Homeઆંતરરાષ્ટ્રીયગઈકાલે બ્રુકલિન સબવે હુમલામાં શંકાસ્યદની ઓળખ, પોલીસે ધરપકડની પ્રક્રિયા શરૂ કરી

ગઈકાલે બ્રુકલિન સબવે હુમલામાં શંકાસ્યદની ઓળખ, પોલીસે ધરપકડની પ્રક્રિયા શરૂ કરી

-

Breaking News Gujarati : ગઈકાલે અમેરિકા USA ના સબવે પર થયેલા હુમલા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં આજરોજ અહેવાલ મળી રહ્યાં છે કે, ન્યૂયોર્ક પોલીસે બ્રુકલિન Brooklyn Attack હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી છે. અહેવાલો પરથી માલુમ પડે છે કે, પોલીસ પાસે હુમલાના શંકાસ્પદ વ્યક્તિની વિગતો પણ છે. સાથે જ પોલીસે મીડિયાને એવું પણ કહ્યું છે કે, શંકાસ્પદ જ ખરેખર હુમલાખોર છે કે નહીં તેની હજુ પુષ્ટી થઈ નથી.

પોલીસે શંકાસ્પદ તરીકે ઓળખ કરેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પ્રજાને પણ અપીલ કરી છે કે, શંકાસ્પદ વ્યક્તિની કોઈ ભાળ મળે તો સીધા 800-577 પર માહિતી આપવી. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના કમિશનર કીચત સીવેલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે: “શંકાસ્પદ એક બ્લેક માણસ છે અને તેણે નિયોન-ઓરેન્જ વેસ્ટ અને બ્રાઉન સ્વેટશર્ટ પહેર્યું હતું.”

Breaking News Gujarati/બ્રુકલિન સબવે હુમલામાં શંકાસ્યદની ઓળખ કરતી પોલીસ

NYPD ચીફ ઓફ ડિટેક્ટિવ જેમ્સ અસિગના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિએ મંગળવારે સવારે ટ્રેનમાં સ્મોક ગ્રેનેડ ફેંક્યા બાદ 33 વખત ફાયરિંગ કર્યું હતું. સ્મોક ગ્રેનેડનો ધુમાડો ફેલાયેલો હતો ત્યાં તેને બંદૂકમાંથી અંધાધૂંધ 33 વખત ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે.

ત્યારે અધિકારી સેવેલે મીડિયાને જણાવ્યા મુજબ, પરોઢીયે ભીડમાં ગેસ માસ્ક પહેરેલી વ્યક્તિએ ચાલુ ટ્રેન દરમિયાન ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે. સાથે જ તેને સ્મોક ગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ ઘટનામાં 13 લોકો ઘાયલ છે. શંકાસ્પદ વ્યક્તિના માથે 500 ડોલરનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને નવા બંદૂક નિયંત્રણ કાનૂનના પગલાની તાજેતરમાં જ જાહેરાત કરી છે. જેના એક દિવસ બાદ જ આ ઘટના ઘટી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...