Homeગુજરાતઅમદાવાદરામનવમની શોભાયાત્રા ઘર્ષણ/ ખંભાતમાં 3 મૌલવી સહિત 7ની અટકાયત, હાર્દિક પટેલે કહ્યું...

રામનવમની શોભાયાત્રા ઘર્ષણ/ ખંભાતમાં 3 મૌલવી સહિત 7ની અટકાયત, હાર્દિક પટેલે કહ્યું આવું

-

Breaking News Gujarati Today અમદાવાદ : રાજ્યમાં ગઈકાલે રામનવમીના પર્વ પર અનિચ્છનીય બનાવ નોંધાયા હતા. જેમાં હિંમતનગર તેમજ ખંભાતમાં નિકળેલી રામનવમીની શોભાયાત્રા સમયે બે જૂથો વચ્ચે ઝઘડા થયા હતા. બે જૂથો દ્વારા થયેલી આ બબાલમાં પથ્થરમારાની ઘટના પણ નોંધાઈ હતી. સાબરકાંઠા ના એસ.પી. સહિત દસ પોલીસ કર્મચારીઓ પણ આ ઘટનામાં ઈજ્જાગ્રસ્ત થયા હતા.  પોલીસે આ ઘટનાઓને ગંભીરતાથી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં જિલ્લા કલેટકટરે 13 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરવાનો હૂકમ કર્યો છે. આ મામલે પાસ નેતા હાર્દિક પટેલ Hardik Patel સોશિયલ મીડિયા મારફતે સામે આવી અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માગણી કરતા જોવા મળ્યા છે.

ગઈકાલે રાજ્યમાં શાંતિ ડહોળી રામનવમીના પર્વની યાત્રા દરમિયાન બેજૂથો આમને સામને આવ્યા હતા. ઘટનામાં પથ્થરમારો પણ થયો હતો તો ખંભાતમાં આગચંપના બનાવ પણ બન્યો હતો. ત્યારે ખંભાત પોલીસે સતર્કતા દાખવી તાત્કાલીક 3 મૌલવી સહિત 89 શખ્સોને ઝડપી પાડ્યા હતા.  મામલાની ગંભીરતા પારખી ગૃહમંત્રી સંઘવી અને ડી.જી.પી. આશિષ ભાટીયા અને આઈ.બી.ના અનુપમ ગહેલોત સિહત  કાયદો અને વ્યવસ્થાના વડા એ મોડી રાત સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં આગોતરી તૈયારી અને ગુપ્તચર માહિતીઓ બાબતે ચર્ચા થઈ હતી.

રામનવમની શોભાયાત્રા ઘર્ષણ/ ખંભાતમાં 3 મૌલવી સહિત 7ની અટકાયત હાર્દિક પટેલ…

રાજ્યમાં થયેલા અનિચ્છિય બનાવ બાદ પાસ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આ પ્રકારની ઘટનાથી નારાજગી વયક્ત કરી હતી. સાથે જ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે 39 શખ્સો વિરૂધ્ધ નામજોગ અને 700 લોકના ટોળા સામે પ્રજાની સંપત્તિને નુકશાન પહોંચાડવાનો ગુનો દાખલ કર્યો છે.

આ મામલે હાર્દિક પટેલે કહ્યું કે, રાજ્યમાં રામવમીના પવિત્ર દિવસે કેટલાક સ્થળો પર શોભાયાત્રા નિકળે છે. જેમાં ભક્તો ભગવાન અને ધર્મની આસ્થા સાથે રામ ભગવાનના દર્શને જતા હોય છ. પણ કેટલાક વિસ્તારોમાં અસામાજીક તત્વોએ યાત્રા પર પથ્થરમારો કર્યો અને કાયદો વ્યવસ્થાને ખલેલ કરી હતી. સાથે જ હાર્દિકે અપીલ કરી હતી કે આવા લોકોને નાત, જાત, ધર્મ નથી હોતા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. રાજ્યમાં તોફાનો ન થાય અને વાતાવરણ ન બગડે તે આપણી જવાબદારી છે, પરંતુ અમુક લોકોનું કામ જ આ હોય છે કે રાજ્યનો માહોલ બગાડવો.

Must Read