Homeગુજરાત7/12 ના ઉતારા મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ઉતારાની નકલમાં થશે ધરખમ...

7/12 ના ઉતારા મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ઉતારાની નકલમાં થશે ધરખમ ફેરફાર

-

Breaking News Gujarati : ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જ મહેસુલી પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરતા મહત્વનો નિર્ણય લધી હતો. મહેસુલી પ્રક્રિયામાં સરળતા લાવવા હવે નવી અને જૂની શરતની જમીનના પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા કક્ષાએ જ મળી શકશે. સાથે જ રાજ્ય સરકારના મહેસુલ વિભાગે 7/12 ની નકલ મેળવવાની પણ પ્રક્રિયા સરળ બનાવી છે. આ અંતર્ગત ખેડૂતોને જમીનના 7/12ની નકલ મેળવવામાં સરળતા રહેશે તેમ જણાય છે.

નવી પ્રક્રિયામાં ખેડૂતોને 7/12ની નકલ મેળવવા માટે તાલુકા મથકની કચેરી સુધી પણ નહીં જવું પડે. સરકારના નિર્ણય બાદ મહેસુલ વિભાગના રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રએ 7/12 ની નકલ મામલે ધરખમ ફેરફાર કર્યો છે. જેના કારણે ખેડૂતોને 7/12 ની નવી નકલમાં બારકોડ જોવા મળશે. આ બારકોડને સ્કેન કરી ખેડૂતો પોતાના ઘરે બેઠા જ 7/12 ની નકલ મેળવી શકશે. સાથે જ આ નકલમાં જમીનનું ક્ષેત્રફળ અને જમીનના નકશાને પણ સમાવી લેવાયો છે. આ નવી 7/12 ના ઉતારાની નકલની શરૂઆત આણંદ જિલ્લાથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ આણંદ Anand જિલ્લામાં 7/12 ઉતારામાં (7/12 Utara Online) નવા ફેરફારો સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જણાવાયું છે કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરળીકરણ અને વહિવટી પારદર્શિતાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એલ.મીના સમિતિના મહેસૂલી વહિવટમાં સરળીકરણની ભલામણનો પણ મહદઅંશે સ્વીકાર કર્યો છે.

7/12 Utara મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય 7/12ની નકલમાં થશે ધરખમ ફેરફાર Breaking News

વર્ષો જૂના મહેસૂલના કાયદામાં 245 જેટલા ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી અને જૂની શરતની અસમંજસતાથી ઉદભવતા પ્રશ્નોનું સરળ અને પારદર્શક નિરાકરણ કરવાનો અભિગમ અપાનાવાયો છે. અગાઉ આ મામલે કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન નહીં હોવાથી અનેક પ્રશ્નો ઉદભવતા હતા જેના નિરાકરણ માટે અરજદાર રાજ્યકક્ષા સુધી ધક્કા ખાતા હતા. જેના કારણે મહેસૂલ વિભાગ પર ભારણ વધતું અને વિવિધ અર્થઘટનોને કારણે નિવારણમાં લાંબો સમય વિતી જતો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે સમગ્ર બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં. પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા 24 જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યું છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

Must Read