Homeગુજરાતબોલો તો ખરા બાપલીયા... બરવાળા લઠ્ઠાકાંડ બાદ ભાજપ સરકારના મંત્રીઓ અને નેતાઓ...

બોલો તો ખરા બાપલીયા… બરવાળા લઠ્ઠાકાંડ બાદ ભાજપ સરકારના મંત્રીઓ અને નેતાઓ ગાયબ ?

-

બોટાદ સમાચાર : રાજ્યમાં બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ (Latthakand Botad)ની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં વર્ષ 2009 બાદ ફરી લઠ્ઠાકાંડ થતા સરકાર અને પોલીસ બંને રાજકીય પક્ષોના નિશાના પર છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના મંત્રી અને નેતાઓ આ મામલે એટલા મૌન છે કે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય. એવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક હોય લઠ્ઠાકાંડ મામલે સરકાર ઘેરાતી દેખાતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકારના જવાબદાર ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ બોટાદના લઠ્ઠાકાંડ મામલે છેલ્લી 24 કલાકમાં પત્રકાર પરિષદ નથી કરી. આ મામલે રાજ્ય સરકાર મોં છુપાવતી હોય તેવો ઘાટ રચાયો છે. ત્યારે અહેવાલો મુજબ આજરોજ ગૃહમંત્રીએ યોજેલી પત્રકાર પરિષદ રદ્દ કરી રાજ્યના પોલીસ વડાને આગળ ધરી દેવાયા હતા.

જેના કારણે રાજ્યમાં લોકો રોષ સાથે કટાક્ષ કરી રહ્યાં છે કે, આવો નેતાઓ આવો અને હવે જવાબ આપો કે રાજ્યમાં દારૂ મળે છે કે કેમ ? સામાન્ય રસ્તા પર પત્થર પણ મુક્યો હોય તો ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલો ગજવી મુકે છે પણ લઠ્ઠાકાંડ મામલે કેમ ગાયબ છે ? કેટલાક લોકો એવી પણ ચર્ચાઓ કરે છે કે સરકાર અને મંત્રીઓ જ ભૂગર્ભમાં ઉતરી ગયા કે શું ?

બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ સરકાર પર પ્રહાર કરી રહી છે. જેમાં અરવિંદ કેજરીવાલે ભાવનગર હોસ્પિટલમાં ઝેરી દારૂ પીવાથી તબિયત લથડતા દાખલ દર્દીની મુલાકાત કરી હતી. સાથે તેમણે ટ્વિટ કર્યું જેમાં તેમણે ભાજપ સરકાર પણ નિશાન તાકતા સવાલ પેદા કર્યો કે, દારૂબંધીવાળા ગુજરાતમાં લોકોને ઝેરી દારૂ કોણ પીવડાવી રહ્યું છે ?

આ મામલે કોંગ્રેસના જગદીશ ઠાકોરે નિવેદનમાં સરકાર અને અધિકારીઓ દારૂના અડ્ડામાં ભાગીદાર હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં કન્ટેનર ભરી ભરીને દારૂ ઠલાવાઈ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં અમે બુટલેગરોની સામે લડશું પણ ગુજરાતને ઉડતા ગુજરાત નહીં થવા દઈએ.

ડીજીપી આશીષ ભાટીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પોલીસે હાલ તમામ આરોપીઓને રાઉનડઅપ કર્યા છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તેમજ કેમિકલ સહિતના નમૂનાઓ પૃથ્થકરણ માટે એફએસએલને મોકલ્યા હતા જેમાં 99 ટકા મીથાઈલ આલ્કોહોલની હાજરી મળી હતી. સાથે જ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ 600 લીટર મીથાઈલ આલ્કોહોલ સપ્લાઈ કર્યું છે. આ કેસમાં 13 આરોપીની સંડોવણી છે જેમાંથી મોટાભાગના આરોપી પોલીસની પકડમાં આવી ગયા છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...