Homeગુજરાતકથિત લઠ્ઠાકાંડમાં નોંધારા બનેલા 4 બાળકોના વાલી બનતી બોટાદ પોલીસ

કથિત લઠ્ઠાકાંડમાં નોંધારા બનેલા 4 બાળકોના વાલી બનતી બોટાદ પોલીસ

-

બોટાદ સમાચાર : બોટાદ જિલ્લામાં ઝેરી કેમિકલ યુક્ત નશા (Botad Latthakand)એ 57 જેટલા લોકનો ભોગ લીધો છે. ત્યારે રાજ્યના ગૃહ વિબાગે પોલીસ તંત્રના સ્થાનિક અમલદારો પર કડક કાર્યવાહી કરી છે. આ સ્થિતીમાં બોટાદની આ ઘટનામાં પોલીસનો માનવિય અભિગમ પણ સામે આવ્યો છે. જેમાં પોલીસે નોંધારા બનેલા 4 સંતાનોને પોલીસની છત્રછાયામાં લેવાની સરાહનીય પહેલ કરી છે.

બોટાદ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોને દારૂના નામે ઝેરી પ્રવાહી પીવડાવી મોતનો ભોગ બનાવી દેવાયા છે. આ સમયે પોલીસ અને સરકાર આરોપીઓ પર કડક પગલા લેવાની કાર્યવાહી કરી રહી છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસે માનવીય અભિગમ દાખવી માતા-પિતાની છત્રછાયા ગુમાવી નોધારા બની ગયેલા 4 બાળકોની જવાબદારી ઉઠાવી છે.

વધુ વાંચો- રાજકોટમાં ધોળા દિવસે કેમરાની નજરમાંથી બાઈક ચોરીનો વિડીયો આવ્યો સામે

બોટાદના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગાણા ગામના કનાભાઈ સુરાભાઈ ચેખલીયાનું ઝેરી કેમિકલ કાંડમાં મોત નિપજ્યું છે. કનાભાઈના મૃત્યુ અગાઉ તેમના પત્નિ પણ તેમને છોડી ચાલ્યા ગયેલા હોય તેમના 1 પુત્ર અને 3 પુત્રી પિતાના સહારે ઉછરી રહ્યાં હતા. પરંતુ હવે જ્યારે પિતા પણ અવસાન પામ્યા છે ત્યારે બાળકોના ભવિષ્ય અંધારમયી ભાષી રહ્યું હતું. આ તકે બોટાદ જિલ્લા પોલીસ આગળ આવી અને બાળકોની જવાબદારી ઉઠાવવા તૈયારી દર્શાવી છે.

આ ચારેય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓના સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણની તમામ પ્રકારની જવાબદારી ઉઠાવશે. આ ચારેય બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનો સર્વાંગી વિકાસ કરે અને પગભર થાય તે માટે તેઓના જરૂરીયાત મુજબની માનવીય જરૂરીયાતો પુરી કરવા સારૂ પણ બોટાદ જિલ્લા પોલીસ તેઓને મદદ કરશે.

Positive News Gujarati

Must Read