Homeગુજરાતદારૂ ઘુસાડવાના એકદમ નવા કિમિયાનો થયો પર્દાફાશ: ચોંકાવનારો કિમિયો

દારૂ ઘુસાડવાના એકદમ નવા કિમિયાનો થયો પર્દાફાશ: ચોંકાવનારો કિમિયો

-

બોરસદ : રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અઢળક દારૂ ઘુસે છે અને અઢળક દારૂ પોલીસ પકડી પણ પાડે છે. ત્યારે બુટલેગર સિન્ડિકેટ દ્વારા અવનવા કિમિયા કરી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. તાજેતરમાં જ ઉના પાસે મોટરસાયકલની સીટમાં દારૂ લાવવાનું કારસ્તાન ઝડપાયું તે પહેલા એમેઝોનના પાર્સલ જેવા પાર્સલમાં દારૂ પકડાયો હતો. ત્યારે હવે એક દમ નવો કિમિયો સામે આવ્યો છે આણંદના બોચાસણથી જે જાણીને લોકો દંગ થઈ જાય છે.

આણંદમાં બુટલેગરના દારૂ છુપાવવાની તરકીબથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આણંદ લોકો ક્રાઇમ બ્રાન્ચને બોરસદ (Borsad News)ના બોચાસણ પાસે દારૂના હેરાફેરી અંગેની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ગ્રીસના ડબ્બાઓ સાથે આરોપી હાથ લાગ્યા હતા. પહેલી નજરે ગ્રીસના ડબ્બા જોઈ કોઈને પણ શંકા ન થાય તેવી ગોઠવણ હતી. પરંતુ પોલીસે બાતમી હોવાના કારણે ડબ્બાની અંદર પણ તપાસ કરી હતી.

પોલીસે ગ્રીસના ડબ્બાની અંદર જોતા બદલે દારૂની બોટલો નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કદાચ રાજ્યમાં ગ્રીસના ડબ્બામાં દારૂ ઘુસાડવાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસે ગ્રીસના ડબ્બાઓમાંથી કુલ 1,779  બોટલ દારૂ જપ્ત કર્યો છે. ઉપરાંત કુલ 10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

Must Read