Homeગુજરાતમોદી સરકારની બોરવેલ પર ટેક્સની પોલીસીનો ધારાસભ્ય અનંત પટેલે પત્ર લખી કર્યો...

મોદી સરકારની બોરવેલ પર ટેક્સની પોલીસીનો ધારાસભ્ય અનંત પટેલે પત્ર લખી કર્યો વિરોધ

-

વાંસદા : તાજેતરમાં જ કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ નાગરિકોને બોરવેલ માટે નાગરિકોને કેન્દ્ર સરકારની એન.ઓ.સી. (Borewell NOC)અને મંજૂરી મેળવવી પડશે. પરંતુ મોટી વાત છે કે આ મંજૂરી માટે રૂપિયા 10 હજારની તોતિંગ ફી ચૂકવવી પડશે. જે નિર્ણયનો સખત રીતે નાગરિકો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે વાંસદાથી કોંગ્રસના ધારાસભ્ય અનંત પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રોષ વ્યક્ત કરી આ નિર્ણયને રદ્દ કરવા માગણી કરી છે.

ધારાસભ્ય અનંત પટેલે (MLA Anant Patel) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “સરકારના આ નિર્ણયથી દેશના કરોડો નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર બોજારૂપી ટેક્સ નાખી પૂર્વ આયોજિત કાવતરૂ રચવામાં આવ્યું છે તેવી તેમને શંકા છે. તેમજ દેશના નાગરિકો, પશુ-પક્ષી કે વનસ્પતિને પાણી-પુરવઠા પહોંચાડવાની જવાબદારી સરકારની છે. આ જવાબદારી પ્રમાણિકતા અને પારદર્શક રીતે થાય તેવી ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નર્મદા યોજના બનાવી હર ઘર જલ ખેતરમાં પાણીના નારા સાથે 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો તેથી ગામેગામ પીવાના પાણીની સુવિધા પહોંચી તે આવકાર્ય છે, પરંતુ રહેઠાણના તમામ બોર ઉપર 10 હજાર રૂપિયા લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ખૂબ દુઃખદાયક છે.”

કોંગ્રેસી ધારસભ્ય અનંત પટેલે વર્તમાન સરકારને અંગ્રેજો સાથે સરખામણી કરી લખ્યું છે કે, રોજીંદી જરૂરીયાત જેવા મીઠા પર અંગ્રેજ સરકારે વેરો લાગુ પાડી ભારતના લોકોને લૂંટવાનો  પ્રયાસ કર્યો હતો. પરંતુ અંગ્રેજ સરકારના આવા કરવેરા પર ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરી દૂર કરાવ્યો હતો. ત્યારે હવે જ્યારે અંગ્રેજો ભારત છોડી જતા રહ્યા છે ત્યારે દેશ આઝાદ બન્યો છે. પરંતુ વિવિધ પ્રકારના વેરા લઈને સરકાર નાગરિકોને લૂંટવાનું કાર્ય કરી રહી છે.

વધુ વાંચો- પરીક્ષાના લાઈવ CCTV જોઈ શકાય તેવી દેશમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: મહત્વનો નિર્ણય

Must Read