Homeરાષ્ટ્રીયઆનંદો... તૈયાર થઈ જાઓ કેન્દ્ર સરકારને ભૂગર્ભ જળ માટે પણ ચૂકવવા પડશે...

આનંદો… તૈયાર થઈ જાઓ કેન્દ્ર સરકારને ભૂગર્ભ જળ માટે પણ ચૂકવવા પડશે રૂપિયા

-

Government Policy News નવી દિલ્હી : કેન્દ્ર સરકારના જળ સંપતિ વિભાગને આજે મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. જાહેરાતમાં જળ સંપતિ વિભાગે જણાવ્યું છે કે, ઘરેલું કે કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકારની બોરવેલ માટે મંજૂરી લેવા સાથે જ નાગરિકોને રૂપિયા 10 હજારનો ખર્ચ પણ થશે. કારણ કે મંજૂરી મેળવવા માટે સરકાર પાસેથી ચાર્જ પેટે રૂપિય 10 હજાર ભરી એન.ઓ.સી. (Borewell Approval NOC) લેવાની રહેશે. આ નિર્ણય થતા આગામી સમયમાં મકાન, એપાર્ટમેન્ટ, સોસાયટીઓ, જળવિતરણ એજન્સી કે ઔદ્યોગિક એકમ તેમજ સ્વિમિંગ પુલના ઉપયોગ માટે બોરવેલથી પાણી મેળવનાર તમામને અસર થશે. ટૂંકમાં હવે બોરવેલ માટે પણ નાગરિકોને કેન્દ્ર સરકારની એન.ઓ.સી. અને મંજૂરીની જરૂર પડશે.

આ નિર્યણમાં શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવાયા છે. તેમજ અગાઉથી જ બોરવેલ ધરાવતા લોકોને પણ મંજૂરી મેળવવી પડશે. પરંતુ બોરવેલ વગર પાણીનો ઉપયોગ કરતા લોકોને એન.ઓ.સી.ની જરૂર રહેશે નહીં.

મહત્વની વાત છે કે, સરકારની આ નવી પોલીસીમાં સિંચાઈના પાણીનો ઉપયોગ કરવા વપરાતા બોરવેલ બાકાત રહેશે. ટૂંકમાં સિંચાણી માટેના બોરવેલને મુક્તિ મળશે. સરકારના જળ સંપતિ વિભાગે લીધેલા નિર્ણયને વહેલી તકે લાગુ કરી અમલવારી થાય તેવા પ્રયાસો કરાવામાં આવશે તેવા અહેવાલો મળી રહ્યાં છે.

નોંધનીય છે કે, જળ સંપતિ વિભાગે આ માટે તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં બોરવેલ ઉપયોગ માટે અરજી કરવાની રહેશે.

કેવી રીતે કરવી અરજી ? How to Apply for Gound water Abstaction ?

ભૂગર્ભ જળ ખેંચવા માટેની એનઓસી મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા કરવી પડશે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજદારે https://cgwa-noc-gov.in પર લોગ ઓન કરવાનું રહેશે. વધારે વિગતો અને પાણીના વપરાશ મુજબના કેલ્ક્યુલેશ માટે સત્તાવાર https://cgwa-noc.gov.in/ પર માહિતી મેળવી શકાય છે.

વધુ ગુજરાતી સમાચાર વાંચવા ક્લિક કરો

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...