Homeગુજરાતરાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે સ્નેહમીલન યોજાયું

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે સ્નેહમીલન યોજાયું

-

Gondal News – ગોંડલ માર્કેટીંગયાર્ડ(Gondal Yard) ખાતે આજરોજ રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન ભાજપના ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની પ્રેરક ઉપસ્થીતીમાં યોજાયું હતું.

 ભારતીય જનતા પક્ષ(BJP) એ એક વિશાળ પરિવાર છે. સ્નેહમીલન (Sneh Milan News in Gondal એ પરીવારની પંરપરા છે. જે નુતન વર્ષે નુતન ઉર્જા સાથે નવા કાર્યો  કરવાની સતત પ્રેરણા આપે છે તેમ જણાવતાં રાષ્ટ્રીય ભાજપ સહકોષાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તાએ સદ્રષ્ટાંત ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અનેક નવા વિકાસના આયામોસર કરી વિશ્વમાં આગવું સ્થાન ધરાવી રહયું છે. હજારો વર્ષ પૂર્વ વિશ્વને સંસ્કૃત સમાજની ભેટ ભારત દ્વારા સિંધું સંસ્કૃતિ થકી મળી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
BJP Sneh milan in Gondal 2021

આજે પણ ભારત તેના આગવા વસુધૈવ કુટુંમ્બકમની ભાવના સાથે વિશ્વગુરૂ બનવા તરફ અગ્રેસર બની રહયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સંવેદનશીલ અને નિર્ણયાત્મક સરકાર દ્વારા દેશના છેવાડાના માનવીની તમામ પ્રાથમિક જરૂરીયાતો જેવી કે આરોગ્ય, શિક્ષણ, પોતીકું મકાન, વિજળી, પાણી અને આર્થીક તથા સામાજિક આત્મનિર્ભરતા પરીપુર્ણ થઇ રહી છે. ત્યારે લોકોના ભારતીય જનતા પાર્ટીમાં રહેલા અતુટ વિશ્વાસ અને પ્રેમને વિનમ્રભાવે શિરોધાર્ય કરી અંત્યોદયના ધ્યેયને સર કરવા અપીલ કરી હતી. તેઓએ આવનારા દિવસોમાં ભારતએ  વિશ્વગુરૂ બને તે માટે સંકલ્પબધ્ધ બની સંઘ ભાવના થી પ્રજાકલ્યાણલક્ષી કાર્ય માટે સતત કાર્યરત બનવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણ મંત્રી જતુભાઇ વાધાણીએ નવા વર્ષની સૌ કાર્યકરોને શુભેચ્છા પાઠવી ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ એક વિશાળ પરીવાર છે. જે રાષ્ટ્ર એ જ પ્રેરણા અને અંત્યોદય એ જ કર્મના ઉમદા સંસ્કાર ધરાવે છે. આ તકે તેઓ એ કોરાના મહામારીમાં કાર્યકરોએ સમર્પણ ભાવે  લોકો વચ્ચે રહી કરેલા ઉમદા સેવાકાર્યોને બીરદાવી તેઓને સતત કાર્યરત રહેવા અને દેશના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી. સ્વદેશી રસીના ઉત્પાદન અને સો કરોડ લોકોને રસીકરણ જેવા વિશ્વભરમાં નોંધપાત્ર સિધ્ધી ધરાવતો ભારત દેશ વિશ્વના અનેક દેશોને કોરોના મહામારી સમયે મદદરૂપ બની આગવું સ્થાન  બની રહયો છે તેમ ગૌરવભેર જણાવ્યું હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
BJP Sneh milan in Gondal 2021

આ તકે કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભાજપની સંધભાવના સાથેની કાર્યપ્રણાલીને ઉચ્ચ સંસ્કાર ગણાવી દરેક લોકોને કોરોના રસી મળી રહે તે માટે સક્રિય કામગીરી કરવા સાથે લોકોની આર્થીક, સામાજિક મુશ્કેલીઓમાં અગ્રેસર રહી પરિવારજન બનીને સેવાકીય કાર્યો કરવા પ્રેરણા આપી સૌ કોઇને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

 આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરા, સાંસદો સર્વ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ઘડુક, ધારાસભ્યો સર્વ જયેશભાઇ રાદડીયા, લાખાભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણી રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા વગેરેએ પ્રાસંગીક પ્રવચન કરી કાર્યકરોને માર્ગદર્શક સુચન અને  નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમના પ્રારંભે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અને મહામંત્રી નાગદાનભાઇ ચાવડાએ સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. વિવિધ મોરચાના પ્રમુખો અને પદધિકારીઓ દ્વારા સુધીર ગુપ્તા, સાંસદ વિનોદ ચાવડા, મંત્રી જીતુભાઇ વાઘાણીનું પુષ્પહાર અને સ્મૃતિચિન્હ દ્વારા અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, પૂર્વ મંત્રી જશુબેન કોરાટ, પૂર્વ ધારાસભ્યો બાવનજીભાઇ મેતલીયા, ભાજપ યુવા અગ્રણી પ્રશાંત કોરાટ, જયોતિરાદિત્યસિંહ જાડેજા, સહિત જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાઓના પ્રમુખો, પદાધિકારીઓ અને સભ્યો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.|||

Must Read