આજના તાજા સમાચાર ગુજરાત : ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય બાબુભાઈ પટેલની BJP MLA Babubhai Patel સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદ સર્જોયો છે. આ પોસ્ટના કારણે તેઓ ખુબ ટ્રોલ પણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઈન્દુચાચાની Induchacha જન્મજયંતીની શુભકામનાઓ પાઠવ્યા બાદ વિવાદ સર્જાયો હતો. અહિં શુભેચ્છા આપવાનો વિવાદ નથી પણ તેમણે કરેલી ભૂલના કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે.

ભાજપના ધારાસભ્ય એ ઈન્દુચાચાની જન્મ જયંતિ નિમેતે પાઠવેલી શુભકામના હાલ વિવાદમાં છે. ધારાસભ્ય બાબુભાઈ પટેલે ટ્વિટર પર એક પોસ્ટ કરી ઈન્દુચાચાની જન્મ જયંતિની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ તેમાં તેઓ એ ઈન્દુચાચાને બદલે મોરારજી દેસાઈનો ફોટો રાખી દીધો હતો. હાલ આ ફોટો વાયરલ Photo Viral થઈ રહ્યો છે.
વધુ વાંચો – બોલો… રામ રહિમને Z+ સુરક્ષા આપી, જાણો શું કારણે મળી સુરક્ષા
જૂઓ વીડિયો રાજકોટની આ હાલત ? ગુંડા તત્વોના હથિયાર સાથે જાહેરમાં દંગલ
ભાજપના ધારાસભ્ય એ ભાંગરો વાટ્યો – આજના તાજા સમાચાર ગુજરાત
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાતની અસમિતાના વ્યક્તિ ઈન્દુચાચાને આજે ભાજપ ઓળખી શકતી નથી. સાથે જ બાબુભાઈની અજ્ઞાનતા બાબતે પણ તેમણે કટાક્ષ કર્યો હતો.
મનીષ દોશી એ આકરા પ્રહાર કરતા કહ્યું કે, તેમને ગૌચરની જમીન અને સર્વે નંબર યાદ રહેશે પણ ગુજરાતની અસ્મિતા માટે લડનારને ભૂલી જાય છે. અને ભાજપ કહે છે કે તેમના સદસ્યો જમીન સાથે જોડાયેલા છે.
આ પોસ્ટ સોશિયમ મીડિયા પર વાયરલ થતા ચર્ચા જાગવા સાથે ટ્રોલીંગ પણ શરૂ થયું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાગુજરાત આંદોલનના પ્રણેતા હતા ઈન્દુચાચા. આજે તેઓની જન્મ જયંતિ છે અને ત્યારે ગુજરાતના ધારાસભ્યની પોસ્ટમાં તેમના ફોટાને બદલે મોરારજી દેસાઈનો ફોટો રાખી દેવાયો હતો. જેના પરથી ધારાસભ્યની અજ્ઞાનતા લોક સમક્ષ આવી ગઈ હતી.