Homeરાજકારણપોલીસનો ઉપયોગ ! BJP નેતાની પંજાબ પોલીસે દિલ્હીથી ધરપકડ કરી, દિલ્હી પોલીસે...

પોલીસનો ઉપયોગ ! BJP નેતાની પંજાબ પોલીસે દિલ્હીથી ધરપકડ કરી, દિલ્હી પોલીસે પંજાબ પોલીસ સામે અપહરણનો કેસ નોંધ્યો

-

હરિયાણા Hariyana : ભાજપ BJPના નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગાની ધરપકડ કરવામાં આવી છે. બગ્ગાની ધરપકત તેના નવી દિલ્હીમાં જનકપુરી વિસ્તારમાં સ્થીત ઘરેથી કરવામાં આવી છે. બાદમાં તેમને દિલ્હીથી મોહાલી મોકલી દેવામાં આવ્યા છે. બપોરના સમયે મોહાલી કોર્ટમાં તેમની હાજરીની જાણ પણ કરવામાં આવી છે. અહેવાલ મુજબ આ પહેલા બગ્ગાની કાર કુરુક્ષેત્રમાં રોકવામાં આવી હતી.

આજરોજ દિલ્હીના ભાજપના નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગાની Tajinder pal singh Bagga પંજાબ પોલીસે ધરપકડ કરી છે. બગ્ગાએ અને તેમના પરિવારના સભ્યોએ દિલ્હીના આમ આદમી પાર્ટીની AAP સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ પોલીસ Punjab Police સામે જનકપુરી પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બગ્ગાની કેજરીવાલને ધમકી આપવાના આરોપમાં પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડ કરી છે.

દિલ્હીના જનકપુરીમાંથી તજિન્દરપાલ સિંહ બગ્ગાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. સાથે જ તજિન્દરપાલ સિંહ બગ્ગાની પંજાબ પોલીસે કરેલી ધરપકડ બાદ દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધ્યો છે. બગ્ગાની પિતા પ્રીતપાલસિંહએ પંજાબ પોલીસ પર આક્ષેપનો મારો ચલાવ્યા હતો. જેમાં તેમણે કહ્યું કે, સવારના સમયે 10-15 પોલીસકર્મીઓ મારા ધરે આવ્યા અને તેજિન્દરને ખેંચી બહાર લઈ ગયા. સમગ્ર ઘટનાનો વિડીયો કરવા મેં મારો ફોન ઉઠાવતા પોલીસ મને બીજા રૂમમાં લઈ ગઈ હતી. પોલીસે મને મોઢા પર મુક્કો માર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેજિન્દરએ અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દિલ્હીની પોલીસને Delhi Police આ ઘટના મામલે કોઈ માહિતી ન હતી.

આ મામલે પંજાબ પોલીસે કહ્યું કે, હિંસા ભડકાવવા અને ગુનાહિત ધાકધમકી તેમજ સોશિયલ મીડિયા પર ખોટા સાંપ્રદાયિક ભડકાઉ નિવેદન કરવા બદલ તેજિન્દર બગ્ગા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પંજાબની સ્ટેટ સાયબર ક્રાઈમ, એમએએસ નગર દ્વારા 1 મેના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસનો ઉપયોગ ! BJP નેતાની પંજાબ પોલીસે દિલ્હીથી ધરપકડ કરી દિલ્હી પોલીસે પંજાબ પોલીસ સામે અપહરણનો કેસ નોંધ્યો

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસે તપાસ માટે આવવા મ5 નોટિસ પાઠવી હતી. પરંતુ આ નોટિસનું યોગ્ય પાલન થયું નહીં જેથી સવારે કાયદાની પ્રક્રિયા કરી તેજિન્દર બગ્ગાની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદેશ ગુપ્તાએ આ મામલે જણાવ્યું કે, દિલ્હીની પોલીસને અગાઉ કોઈ જાણકારી વિના પંજાબ પોલીસ તેજિન્દરપાલ સિંહના ઘરેથી ધરપકડ કરી હતી. પંજાબ પોલીસે તેના પિતા પર હુમલો કર્યો હતો અને તેમના પિતાએ પંજાબ પોલીસ સામે ફરિયાદ કરી છે. અમારી પાસે હાલ તજિન્દરપાલ સિંહની કોઈ માહિતી નથી.

દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસને અગાઉથી કોઇ જાણકારી આપ્યા વિના પંજાબ પોલીસે તેના ઘરેથી ગેરકાયદેસર રીતે તાજિન્દર બગ્ગાની ધરપકડ કરી હતી. પંજાબ પોલીસે તેમના પિતા પર હુમલો કર્યો હતો અને તેમના પિતાએ પંજાબ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે. અમારી પાસે તજિન્દર બગ્ગા વિશે કોઈ માહિતી નથી.

Must Read