Sunday, May 15, 2022

ટકાવારી કાંડ બાદ રાજકોટ ભાજપમાં બે તડા ? આ નેતાઓ ખુલીને બોલી રહ્યા છે

Rajkot City News in Gujarati : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot Police Commissioner Manoj Agarwal) પર હવાલા અને વસુલીના ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ (MLA Govindbhai Patel) એ ગૃહમંત્રીને પત્ર લખ્યાનો ઘટસ્ફોટ થતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે હવે રાજકોટ પોલીસ વિરૂધ્ધ વિવિધ ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે રાજકોટ ભાજપમાં (Rajkot BJP) રીતસરના બે ફાટા પડેલા જોવા મળે છે.

Rajkot City News ટકાવારી કાંડ બાદ રાજકોટ ભાજપમાં બે તડા ?

રાજકોટના એક વેપારની ફરિયાદ બાદ જાણે રાજકોટ પોલીસ પર ફરિયાદોનો મારો શરૂ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. ગઈકાલે એક વેપારીએ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવી જઈ 3.80 લાખના કોરા ચેક લખાવ્યાના આરોપ કર્યા હતા. તો દિપક ભરવાડ નામના વ્યક્તિએ 12 કરોડની જમીન ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ દ્વારા 35 લાખ આપી પતાવટ કર્યાનો આરોપ કર્યો હતો. ઉપરાંત 32 કરોડના કાગળ લખાવી લેવાનો મામલો પણ સામે આવ્યો હતો. ટુંકમાં ફરિયાદોનો ઢગલો સામે આવી રહ્યો જોઈ લોકોની અંદર પોલીસની દાદાગીરી સામે બોલવાની હિમ્મત આવી ગઈ હોય તેમ જણાય રહ્યું છે.

રાજકોટ પોલીસ ટકાવારી કાંડ: ઈન્દ્રનિલ રાજ્યગુરૂ અને હેમાંગ વસાવડા એ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

આ તમામ બાબતો ખુલવા પામી તેની પાછળ રાજ્યના રાજકારણમાં આવેલા પરિવર્તનને પણ કારણ માનવામાં આવે છે. ચર્ચા ચાલી રહી છે કે એક પૂર્વ મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજકોટમાં એક ભાજપના નેતા પોતાની મનમાની કરાવી પોલીસ પાસે જમીન ચોખ્ખી કરવાના હવાલ મોકલતા હતા. લોકો તો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે કેટલીક જમીનો તો સાવ મફતના ભાવે પણ પડાવી લેવાઈ છે. માટે જો તપાસ થાય તો કેટલાય નેતા સહિતના પોલીસ અધિકારીઓ કાયદાના ભરડામાં આવી જાય તેમ છે.

રાજકોટ પોલીસના ‘ટકાવારી કાંડ’ મામલે ઈન્દ્રનિલે વિજય રૂપાણીને જવાબદાર ઠેરવ્યા

પરંતુ આ સમગ્ર ઘટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાની ફરિયાદ બાદ સામે આવ્યો છે. જેના લીધે રાજકિય વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે કે ભાજપમાં ફૂટ પડી ગઈ છે. હાલ રાજકોટ ભાજપના બે ફાટા હોવાની ચર્ચા કેટલીક બાબતોને કારણે યોગ્ય પણ જણાઈ રહી છે.

રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની વાત ને સમર્થન આપ્યુ હતુ. પરંતુ શહેર ભાજપના લાખાભાઈ સાગઠિયા તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા અંતર જાળવતા જણાય છે. ત્યારે શહેર પ્રમુખ કમલેશ મિરાણી પણ આ મામલે ‘નરોવા કુંજરવા’ રહેવા માગતા હોય તેમ જણાય છે. પરંતુ હાલમાં જ મંત્રી બનેલા અરવિંદ રૈયાણી ખુલીને આ મામલે ગોવિંદભાઈના પક્ષમાં જોવા મળે છે.

આમ પોલીસ ટકાવારી કાંડ મામલે રાજકોટ ભાજપના રાજકારણમાં બે ફાટા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે રાજકોટ પોલીસ કમિશનર મામલે તપાસ DGP વિકાસ સહાયને સોંપવામાં આવી છે. માટે શક્યતા છે કે વિકાસ સહાય રિપોર્ટ સોંપે એટલે અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા પણ ગોવિંદભાઈ પટેલે કમિશનર પર કરેલા આક્ષેપોને સમર્થન આપવામાં આવ્યું હતું. ઉપરાંત એક અહેવાલમાં તેમણે પણ પોલીસ કમિશનરને હથિયારના લાયસન્સમાં રૂપિયા પડાવવા, ફરિયાદ લેવા માટે રૂપિયા લેવા, બુટલેગરો-વ્યાજખોરો-માફિયાઓને સાચવવા સહિતના આક્ષેપ કર્યા હતા.

મળતી માહિતી મુજબ વિકાસ સહાય પોલીસ કમિશનર મામલા સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના રોલની પણ તપાસ ચલાવી રહ્યા છે. ઉપરાંત રિપોર્ટ બાદ અધિકારીઓની બેનામી સંપત્તિ બાબતે પણ તપાસ થઈ શકે છે. ત્યારે ખરેખર જો ઉંડી તપાસ થાય તો દેશને ભ્રષ્ટાચારની બદીમાં ધકેલતા કેટલાય નેતાઓ અને અધિકારીઓ ઝડપાઈ શકે તેમજ પીડીત લોકોને ન્યાય મળી શકે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...