Homeમનોરંજનભગવાન શ્રી કૃષ્ણ મામલે વીડિયોમાં ભૂલની માફી માંગતા સી.આર.પાટીલ, આહિર યુવાનો સાથે...

ભગવાન શ્રી કૃષ્ણ મામલે વીડિયોમાં ભૂલની માફી માંગતા સી.આર.પાટીલ, આહિર યુવાનો સાથે સુલેહ

-

Latest Gujarati News અમદાવાદ : ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ C R Patil તાજેતરમાં જ માધુપુરના મેળામાં કૃષ્ણનું એક નિવેદન આપી ભેખડે ભરાયા હતા. આ નિવેદનમાં તેઓ એ મહાભારતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ સુભદ્રા સાથે લગ્ન કર્યા હતા. આ ભૂલ વારંવાર થતા તેમને કોઈએ કાનમાં જણાવી દિધું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રા ભાઈ બહેન હતા. આ મુર્ખતા ભર્યા ભાષણમાં તેમને બાદમાં સુધારો કરી રૂક્ષમણીજી એવું કહ્યું હતું. પરંતુ આ મામલે ધર્મ પ્રેમીઓ ગીન્નાયા હતા અને આહિર સમાજના Ahir Samaj યુવાનો તો પાટીલને ફોન કરવા લાગ્યા હતા.

માધુપુરના મેળા Historical Madhupur Fair માં ભગવાન શ્રી કૃષ્ણ Lord Krishna અને તેમના બહેન સુભદ્રા Subhadra મામલે ભાજપના પાટીલે ભાંગરો વાટ્યો હતો. આ મામલે આહિર સમાજના યુવાનો અને કૃષ્ણ પ્રેમીઓ પાટીલથી ખફા થયા હતા. એટલી હદે કે પાટીલને ફોન કરીને યુવાનો માફીની માંગણી કરવા લાગ્યા હતા. પાટીલે પણ મોટું મન રાખી આ મામલે ફોન પર માફી માગી ભૂલ સ્વિકારી હતી. સાથે જ તેમણે દ્વારકા આવીને માફી માગવાનું પણ જણાવ્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણ મામલે વીડિયોમાં ભૂલની માફી માંગતા સી.આર.પાટીલ આહિર યુવાનો સાથે સુલેહ

 

 

આહીર સમાજના યુવાનો તેમજ સમગ્ર કૃષ્ણ પ્રેમી જનતા ની જીતની શરૂઆત….
માફી માંગનાર અને માફ કરી દેનાર બધાનો ખુબ ખુબ આભાર 🙏
એક પછી એક કાર્ય કૃષ્ણ પરમાત્મા વહેલી તકે પૂર્ણ કરાવે તેવી પરમાત્માને પ્રાર્થના…
જય દ્વારિકાધીશ 🚩🚩🚩

Posted by Sanjay Ahir on Saturday, 16 April 2022

પરંતુ આહિર યુવાનો દ્વારા મોટા પાયે ઝુંબેશ ચલાવવામાં આવતા મુદ્દો રાજકારણ તરફ વળે તેવી સંભાવના જણાતી હતી. જે વાત રાજકારણના અઠંગ ખેલાડી પાટીલ ન સમજે તેવું બને નહીં. અને તેમણે શક્ય એટલી વહેલી તકે આહિર યુવાનોની મુલાકાત કરી વીડિયો મારફતે માફી માંગી લીધી હતી.

વીડિયો મારફતે માફી માગવા સાથે પાટીલે દરેક વર્ગ, સમાજ અને વ્યક્તિને પણ જો માઠુ લાગ્યુ હોયો તો માફી માગી હતી. સાથે જ તેઓ એ સમય મળ્યે કૃષ્ણની નગર દ્વારકા ખાતે આવીને પણ માફી માગી લેશે તેમ જણાવ્યું હતું.

આ મામલે આહિર યુવાન સંજય ચેતરીયા એ ફેસબુક પોસ્ટના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓ સાથે અન્ય આહિર યુવાનો પણ પાટીલની મુલાકાતે પહોંચ્યા હતા.જેમાં તેઓ એ માફી માંગવા સાથે ગૌ-શાળામાં ગાયો માટે શક્ય એટલી નીરણ મોકલી આપવાનું પણ વચન આપ્યું છે.

ahir sanjay chetriya c r patil bjp meeting with ahir youth gujarat

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...