HomeરાજકારણVadodara - મળી ધમકી, 'તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા...

Vadodara – મળી ધમકી, ‘તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે’

-

વડોદરાના(Vadodara) તાંદલજા વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે સભામાં રજૂઆત કરનાર ભાજપના કોર્પોરેટરને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. અજાણ્યા શખસે કોર્પોરેટર નીતિન દોંગાને ફોન કરીને ‘તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે’ તેવી ધમકી આપી હતી.

હાલ આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે 7 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે.

કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામ રજૂઆત કરી હતી
મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નં-10ના કોર્પોરેટર નીતિન દોંગાએ પૂછ્યું હતું કે, તાંદલજામાં મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં કાર્યવાહી કેમ થતી નથી. મહાનગરપાલિકાના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડતા નથી તેવો આક્ષેપ પણ કર્યાં હતા. આ બાબતે મસ્જિદને મહાનગરપાલિકા દ્વારા બે વખત નોટિસો આપેલી હતી તેમ છતાં વધારાના બાંધકામને તોડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બાંધકામના નિયમો પ્રમાણે 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે, અને માર્જિન વાળા ભાગમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં છતાં આ મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરવામાં આવેલું છે.

વધારાનું બાંધકામ દુર કરવા મહાનગરપાલિકાએ નોટીસ ફટકારી –
વીએમસી દ્વારા મસ્જિદને બે દિવસ અગાઉ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે 7 દિવસની મુદત આપી છે, અને નોટીસ મળ્યાના સમયગાળા દરમિયાન યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા પોતે કાર્યવાહી કરશે, એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં જે.પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે. આ મસ્જિદમાં બાંધકામ પરવાનગી વિભાગની જાણ બહાર માર્જિન વાળા ભાગમાં બાંધકામ કરવામાં આવ્યું છે, તેમના દ્વારા 15 ફૂટ વધારાના બાંધકામનો ઘટસ્ફોટ કોર્પોરેટર નીતિન ડોંગાએ મહાપાલિકાની સામાન્ય સભામાં કર્યો હતો.

કોર્પોરેટરને મળી ધમકી –
ગુરૂવારે સાંજના સમયે ભાજપના વોર્ડ-૧૦ ના કોર્પોરેટર નીતિન દોંગાને અજાણ્યા શખસે ફોન કરી “તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે” તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે કોર્પોરેટર નીતિન દોંગાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે ગોત્રી પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....