Homeજાણવા જેવુંયુવતીને નોકરી ન મળી તો ટી સ્ટોલ ખોલ્યો અને બોર્ડ માર્યું કે...

યુવતીને નોકરી ન મળી તો ટી સ્ટોલ ખોલ્યો અને બોર્ડ માર્યું કે પીવી જ પડશે !

-

જાણવા જેવું ગુજરાતીમાં : યુવતીને નોકરી ન મળી તો ટી સ્ટોલ ખોલ્યો અને બોર્ડ માર્યું કે પીવી જ પડશે ! દેશમાં યુવા બેરોજગારી કેટવી હદ સુધી પહોંચી તેનાથી સૌ કોઈ વાકેફ છે. યુવાનો માટે નોકરી મેળવવી કેટલી મુશ્કેલ છે તે કોઈથી છુપાયેલું નથી. આપણી આસપાસ કેટલાય યુવાનો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કેટલાક યુવાન કે યુવતી હાર માની લેતા હોય છે. પણ કેટલાક એવા પણ હોય જે દરેક પરિસ્થિતી સામે લડી લેતા હોય છે. બિહારની આવી જ એક યુવતી છે પ્રિયંકા ગુપ્તા. જેણે નોકરી ન મળવા છતાં પણ કંઈક નવું કરી પોતાની સાથે બીજાને પણ પ્રોત્સાહિત કરી રહી છે.

સમાચાર એજન્સી એ.એન.આઈ. ના જણાવ્યા મુજબ પ્રિયંકા ગુપ્તાએ ઈકોનોમિક્સ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. છતાં, જ્યારે તેને નોકરી ન મળી તો તેણે કંઈક અલગ કરવાનું વિચાર્યું. બિહારના પટનાની મહિલા કોલેજની સામે પ્રિયંકાએ ચાનો સ્ટોલ ખોલી વેપાર શરૂ કર્યો છે.. એટલું જ નહીં અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરવા માટે તેણે પોતાની દુકાનના બેનર પર શાનદાર વાક્ય લખ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે,  “લોકો શું વિચારશે, જો આપણે જ આવું વિચારીશું તો લોકો શું વિચારશે ?”

એ.એન.આઈ. ના ઈન્ટરવ્યૂમાં પ્રિયંકા એ કહ્યું કે, “મેં 2019માં મારું યુ.જી. કર્યું હતું, પણ છેલ્લા 2 વર્ષથી નોકરી ન મળતા મે પ્રફુલ્લ બિલોર પાસેથી પ્રેરણા લીધી છે. તેણે કહ્યું કે ઘણા ચા વાળા છે, તો ચાવાળી કેમ ન હોઈ શકે ?”

પ્રિયંકાની આ વાત જેવી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ કે તરત જ લોકોએ પોતાના મંત્વ્યો આપવાનું શરૂ કરી દીધું. લોકો પ્રિયંકાની આ વિચારસરણીના વખાણ કરી રહ્યાં છે. લોકો કહે છે કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. કેટલાક લોકોએ તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે બાકીના લોકોને પણ પ્રિયંકા પાસેથી પ્રેરણા મળશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...