Homeરાષ્ટ્રીયજુઓ વિડીયો નેતાજીનો પારો સાતમાં આસમાને પહોચ્યો, અમે સરકાર છીએ…

જુઓ વિડીયો નેતાજીનો પારો સાતમાં આસમાને પહોચ્યો, અમે સરકાર છીએ…

-

મીનીસ્ટર મિશ્રાની ગાડી ઉભી રાખીતો ગરમ થયા અને કહેવા લાગ્યા કે અમે સરકાર છીએ અમારી ગાડી કેમ રોકી… અને સસ્પેન્ડ કરવા સુધી વાત પહોચી ગઈ.

દેશમાં નેતા પ્રજાની સેવા કરવા માટે પ્રખ્યાત છે, એટલી સેવા કરે કે પ્રજાનો વિશ્વાસ તેમના પર અડગ અને અટલ રહેતો હોય છે. મળતા અહેવાલ પ્રમાણે બિહારના(Bihar) પ્રજા સેવક મીનીસ્ટર જીવેશ મિશ્રાની(minister Jivesh Mishra) ગાડીને થોડા સમય માટે રોકવામાં આવતા તેના મગજનો પારો સાતમાં આસમાને પહોચી ગયો હતો, અને તે જોરજોર રાડો પાડવા લાગ્યા કે અમે સરકાર છીએ અને કહ્યુકે તેના SP અને DM નીકળે એટલે મંત્રીને રોકે છે, અને પ્રજા સેવકએ કહ્યુંકે મને રોકનારને સસ્પેન્ડ કરવામાં આવશે પછીજ હું સદનમાં જઈશ !

સામાન્ય માણસ લગભગ ક્યારેય આવી તકલીફોનો સામનો નહિ કરવો પડ્યો હોય, અને ક્યારેય નેતાના કાફલામાં ફસાયા નહિ હોય કે પ્રજાના પૈસા પર પોતાનું પેટીયું રળતા સરકારી અમલદારોની કાફલા સાથેની ધમાકે દાર એન્ટ્રી પણ જોઈ નહિ હોય. આ બધી તકલીફ માત્ર પહેલી વાર નેતાજીને પડી તેમાંતો રોકનારને સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપવા લાગ્યા.

સામાન્ય રીતે જોવા જઈએ તો આવા દ્રશ્યો પ્રજાના જીવનમાં આમ બની ગયા છે, પોતાની અંદર રહેલી સહન શક્તિનો ભરપુર ઉપયોગ કરી શાંત ચિતે દ્રશ્યો જોઈ લેતા હોય છે. પણ આતો રાજનેતા કહેવાય તેને કોણ રોકી શકે અને તેમાય તેની સરકાર સતામાં હોય અને વધુમાં પોતે મીનીસ્ટર તો પછી કોણ રોકી શકે…

સાચા અર્થમાં પ્રજા લક્ષી કાર્ય કરવુંજ હોયતો મિશ્રાજી રાજ્યમાં નેતા પસાર થાય કે સરકારી નોકર બધા માટે એકજ નિયમ બનાવાની નેઈમ લો જેથી ભવિષ્યમાં પણ આવા કડવા અનુભવનો સામનો ના કરવો પડે.

બાકી પ્રજાતો છે…. ખેર તમારું મંતવ્ય શું છે શક્ય હોઈતો અવશ્ય જાણવાજો.

Must Read