Homeરાષ્ટ્રીયવડાપ્રધાને મોકલ્યા ખાતામાં 5.5 લાખ રૂપિયા ! થઈ ધરપકડ

વડાપ્રધાને મોકલ્યા ખાતામાં 5.5 લાખ રૂપિયા ! થઈ ધરપકડ

-

Bihar Khagariya guy denied to return mistaken credit money in Bank account Rupees 5.5 lack; Said money send by PM Modi: Gujarati News

  • ખાતામાં આવ્યા અચાનક 5.5 લાખ રૂપિયા
  • વડાપ્રધાને મોકલ્યા એમ કહી પાછા આપવા માટે કહી ના

બિહારના (Bihar) ખગરીયા જિલ્લામાં (Khagariya District) એક બેંક ગ્રાહકને અચાનક તેના ખાતામાં 5.5 લાખ રૂપિયા મળી ગયા અને તેણે તે રકમ પરત કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મોકલી છે. જો કે પૈસા પાછા ન આપવાને કારણે પછી તેની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.

આરોપીનું નામ રણજીત દાસ છે, જે જિલ્લાના બખ્તિયારપુર ગામનો રહેવાસી છે. માનસી પોલીસ તરફથી અનેક નોટિસ મોકલવામાં આવી હોવા છતાં, તેણે ભૂલથી ખાતમાં આવી ગયેલ પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો હતો.

માનસી એસએચઓ દીપક કુમારે બુધવારે જણાવ્યું હતું કે રણજીતની આ મામલે ગ્રામીણ બેંક દ્વારા ફરિયાદ પર ધરપકડ કરવામાં આવી હતી.

માનસી વિસ્તારની ગ્રામીણ બેંક શાખાના અધિકારીઓનું કહેવું છે કે ભૂલથી રણજીતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જો કે પછી ભૂલ સુધારવા માટે રણજિતને તે રકમ પરત કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેણે પૈસા પાછા આપવાનો ઇનકાર કરતા કહ્યું કે, વડાપ્રધાને અગાઉ આપેલા વચન મુજબ તેમને રકમ મોકલી હતી.

ન્યૂઝ એજન્સી IANS અનુસાર, આરોપી રણજીત દાસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું હતું, મેં વિચાર્યું કે આ તેનો પહેલો હપ્તો હોઈ શકે છે.”

ઉલ્લેખનીય છે કે 2014 ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેના તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ વિદેશમાંથી આવતા કાળા નાણાંના કિસ્સામાં દરેક બેંક ખાતામાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું વચન આપ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યારે કહ્યું હતું કે આ વચન ‘જુમલા’ સિવાય બીજું કશું નથી. શાહે 2015 માં કહ્યું હતું કે મોદીજીનું નિવેદન લોકસભાની ચૂંટણી દરમિયાન આપવામાં આવેલ એક રૂઢીપ્રયોગ (જુમલા) હતું. દરેક વ્યક્તિ જાણે છે કે આ કાળું નાણું લોકોના ખાતામાં જતું નથી.

કાયદા મુજબ, બેંક દ્વારા કોઈના ખાતામાં ખોટી રીતે ટ્રાન્સફર કરેલા ભંડોળનો ઉપયોગ સજાપાત્ર ગુનો છે અને નાણાંકીય સંસ્થાઓ ગુનેગાર પાસેથી રકમ વસૂલવા માટે મુક્ત છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....