36 C
Ahmedabad

સ્માર્ટ કાર્ડની ચીપ નથી ! ભુજમાં 12 હજાર લાયસન્સની અરજીઓ ખોરંભે ચઢવાના જવાબદાર કોણ ?

Published:

જૂના કે ડુપ્લિકેટ લાયસન્સ કઢાવવા અરજદારોના કામ ખોરંભે ચઢ્યાં છે. તેની પાછળ જવાબદાર સ્માર્ટકાર્જની ચીપનો અભાવ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા દોઢ માસથી ભુજ આરટીઓ કચેરી (Bhuj RTO Office)ખાતે 12 હજાર જેટલી લાયસન્સની કોપીઓ પ્રિન્ટ માટે અટકી પડી છે. જેના કારણે રાબેતા મુજબ હેરાનગતીતો અરજદારોને જ પડી રહી છે.

ભુજમાં હાલ 12 જેટલી ડ્રાયવિંગ લાયસન્સની (Driving Licence) અરજીઓ પેન્ડિંગ પડી છે. કારણ કે સ્માર્ટ કાર્ડ (Smart Card)નો પુરતો સ્ટોક નથી અને જેના કારણે આરટીઓ પુરતી પ્રિન્ટો નથી કાઢી શકતી. આરટીઓ દ્વારા અરજદારો પાસેથી ફી વસુલીને આ કાર્ડ આપવામાં આવે છે પરંતુ સ્ટોકના અભાવે ફી ભરી અરજી કરી હોવા છતાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખરેખર તો આવી સ્થિતીમાં આરટીઓ કચેરીએ પણ નિરાકરણ માટે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ હજુ આરટીઓ અધિકારી તો સ્માર્ટ કાર્ડ હજુ આવતા અઠવાડીયામાં આવશે તેમ જણાવી રહ્યાં છે, જેના પરથી સમજી શકાય છે કે અરજદારોને હજુ કેટલા દિવસ રાહ જોવી પડી શકે છે.

પોલીસ તંત્ર અને આરટીઓ દ્વારા સતત વિવિધ ડ્રાઈવો ચલાવી વાહન અને ટ્રાફિકને લગતી કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આરટીઓ તંત્ર દ્વારા પોતાના જ વિભાગમાં ખામી દૂર કર્યા બાદ વાહન ધારકોને દંડવાનું કાર્ય કરવું જોઈએ તેવી લોકમાગણી ઉઠી છે. લોકોમાં એવી પણ ચર્ચા  છે કે આવી સ્થિતીમાં વાહન ચાલકોને દંડ થાય તેની રકમ આરટીઓ પાસેથી વસુલવી જોઈએ કારણ કે તેઓ લાયસન્સ માટે અરજદારોને દોડાવી રહ્યાં છે.

Related articles

Recent articles