Bhavnagar News : પશ્ચિમ રેલવે (Railway)ના ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ રેલવેમાં મુસાફરી કરતા યાત્રીકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ રહે છે. ત્યારે 27 ઓગસ્ટ, 2022 (શનિવાર) ના રોજ, બાંદ્રા-ભાવનગર ટ્રેન (Bhavnagar – Bandra Train no. 12971) ના મુસાફર અશ્વિન પરમાર બાંદ્રાથી ધોલા જંકશન તરફ આવી રહ્યા હતા. ધોલા સ્ટેશન પર ઉતરીને ટ્રેન છોડ્યા બાદ તેને ખબર પડી કે તેનો VIVO ફોન ટ્રેનમાં ચાર્જમાં લાગેલ સ્થિતિમાં રહી ગયો.
ત્યારબાદ તે તરત જ ધોલાના સ્ટેશન માસ્ટર (Station Master) પાસે ગયો અને ટ્રેનમાં ભૂલથી રહી ગયેલો મોબાઈલ વિશે જણાવ્યું. સ્ટેશન માસ્તરે તરત જ સોનગઢના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ આર. એન. સોલંકીનો સંપર્ક કરી મદદ કરવા વિનંતી કરી હતી. ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે સોનગઢના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે પોઈન્ટ્સ મેનને પેસેન્જરના કોચમાંથી મોબાઈલ લેવા માટે મોકલ્યો. આ ફોન પોઈન્ટ મેનને ચાર્જમાં મુકેલ સ્થિતિમાં મળ્યો.
વધુ વાંચો- 3 ગુનામાં ફરાર આરોપી, 2 દારૂ ભરેલી કાર સહિત કુલ 6ની કરી ધરપકડ કરતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ
મોબાઈલ મળી આવતા મુસાફરને જાણ કરવામાં આવી હતી. જે બાદ મુસાફરના મામા શ્રી ગોપાલ ભાઈ મોબાઈલ લેવા સ્ટેશન પર પહોંચ્યા. ઔપચારિક પૂછપરછ બાદ સોનગઢના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ દ્વારા મોબાઈલ તેમને સોંપવામાં આવ્યો હતો.
વધુ વાંચો- ચૂંટણી પહેલા રાજકોટમાં કોંગ્રેસે સંકલ્પ પત્ર કર્યો જાહેર કર્યો, જૂઓ શું છે સંકલ્પ પત્રમાં