Bhavnagar News : આપણા દેશમાં દર વર્ષે 29મી ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ (Major Dhyanchand Jayanti) પર રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day) ઉજવવામાં આવે છે. આ અવસર પર દેશભરમાં વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
ભારત સરકાર (Government Of India)ની સૂચનાઓ અનુસાર, સમગ્ર ભારતીય રેલ્વેમાં આ વર્ષે 29.08.2022 ને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની થીમ “Sports as an enabler for an inclusive and fit society” હતી.

ભાવનગર મંડળના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, ભાવનગર મંડળ સ્પોર્ટસ એસોસિએશન દ્વારા બેડમિન્ટન, વોલીબોલ અને “ટગ ઓફ વોર” ની ત્રણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વોલીબોલ રમત સ્પર્ધા TRD ટીમ અને મિકેનિકલ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં TRD ટીમ વિજેતા બની હતી. “ટગ ઓફ વોર” રમત-ગમત સ્પર્ધા TRD ટીમ અને વેલફેર ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં TRD ટીમ વિજેતા બની હતી.

બેડમિન્ટન રમત-ગમતની સ્પર્ધાની ફાઇનલ મેચ ગીરીશંકર અને સંદીપ પાલની ટીમ અને કુણાલ ડાભી અને શ્યામ કાચાની ટીમ વચ્ચે રમાઈ હતી. ગિરીશંકર અને સંદીપ પાલની ટીમ વિજયી બની હતી. બેડમિન્ટનનું ફાઈનલ મેચ દરમિયાન ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર કૃષ્ણ લાલ અને ડીવીઝનના અન્ય અધિકારીઓ અને સ્પર્ધામાં સામેલ તમામ ટીમોના ખેલાડીઓ હાજર રહ્યા હતા.