Homeગુજરાતમજૂર મહિલાઓને ઓછા વેતનમાં મજૂરી કરવા ધમકાવતા માથાભારે તત્વો: તળાજા

મજૂર મહિલાઓને ઓછા વેતનમાં મજૂરી કરવા ધમકાવતા માથાભારે તત્વો: તળાજા

-

Talaja News : આઝાદીના 75 વર્ષ બાદ પણ ગરીબ અને વંચિત અને મજૂર સમુદાય પર અત્યાચાર કરતા તત્વો અસ્તિત્વમાં હશે ? આ વાત સાંભળી આંચકો લાગે તેમ છે, પણ ભાવનગરના તળાજાની કથિત ઘટનામાં મજૂરોની ફરિયાદ પરથી તો લાગે છે કે હા આવા તત્વો હજૂ પણ અસ્તિત્વમાં હશે.

ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજાના સોસીયા ગામે મજૂરી કરતા બહેનો અલંગ મરીન પોલીસ મથકે પહોંચ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ પરથી પ્રાપ્ત વિગતો મુજબ, સોસીયા ગામના મહિલાઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી હતી કે તેમને માથાભારે તત્વો દ્વારા ઘમકી આપવામાં આવી રહી છે કે જો તેઓ ઓછા વેતનથી કામ નહીં કરે તો તેમના પરિવારને મારવામાં આવશે.

માથાભારે શખ્સોની ધમકીથી ડરી ગયેલા મજૂર મહિલાઓ અકત્રિત થઈ અલંગ મરીન પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. ટીવી 18 ન્યુઝ ગુજરાતીના વિડીયોમાં દિવુબેન તલાભાઈ વેગડ નામના મહિલા કહેતા જણાય છે કે તેઓ મજૂરી પર જાય છે. તેઓ ગામમાં મજૂરી કરવા જાય તો પુરૂ વેતન આપતા નથી અને જો પરગામ મજૂરી માટે જાય તો તેમને માથાભારે શખ્સો તેમને ધમકી આપે છે. 30-35 જેટલા માથાભારે તત્વો ધમકી આપી રહ્યાં હતા.

અન્ય એક મહિલા રેખાબેન આ વિડીયોમાં જણાવે છે કે તેમને બહાર મજૂરી કરવા માટે જવા નથી દેવામાં આવતા. જો તેઓ બહાર જાય તો તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓ 250 રૂપિયામાં મજૂરી કરાવે છે. વળી આ મજૂરીની રકમ પણ તેઓ લાંબા સમયે ચૂકવે છે.

અન્ય સ્થાનિક મીડિયા પાસેથી જાણવા મળે છે કે તેઓ મજૂરી જવા માટે નિકળા ત્યારે 30 જેટલા લોકોએ વાહન થોભાવી ધમકી આપી હતી. તેઓએ મહિલાઓને તેમના ઘરમાંથી એક વ્યક્તિને ફરજિયાત માથાભારે તત્વોને ત્યાં કામ કરવા આવવું.

કથિત ઘટના પિડીત મહિલાઓ 5 ઓઑગસ્ટના રોજ પોલીસ સ્ટેશને આ મામલે રજૂઆત કરવા પહોંચી હતી. જો ખરેખર આ બાબતમાં જરા પણ સત્ય હોય તો પોલીસે તપાસ કરી આવા માથાભારે શખ્સોને કાયદાના સકંજામાં કસી કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોક માગણી ઉઠવા પામી છે.

વધુ વાંચો-

Must Read