Homeગુજરાતભાવનગરની મહિલા કોલેજમાં ભાજપની પેજ કમિટિમાં જોડાવાની નોટિસથી વિવાદ

ભાવનગરની મહિલા કોલેજમાં ભાજપની પેજ કમિટિમાં જોડાવાની નોટિસથી વિવાદ

-

Bhavnagar News Today ભાવનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકીય ગતિવિધી તેજ બનતી જાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP Gujarat) ભાવનગરમાં પેજ કમિટી બનાવી રહી છે. પેજ કમિટી બનાવવા માટે મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જોડવાની નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસને કારણે લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે કે, આ કોલેજ છે કે ભાજપ માટે કામ કરતી કોઈ સંસ્થા !

ભાવનગરની ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ(Gandhi Mahila College Bhavnagar)કોલેજની વિદ્યાર્થીનીઓને કોલેજ દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં જણાવ્યું છે કે, ભાવનગર કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થીઓએ ભાજપની પેજ કમિટીમાં જોડાવા માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ લઈને આવવું. આ નોટિસ કોલેજમાં લગાવી છે અને તેના પર કથિત રીતે કોલેજના આચાર્યની સહી પણ છે. સ્થાનિકો માની રહ્યાં છે કે, આ નોટિસ કોલેજના મેનેજમેન્ટની જાણકારીમાં જ લગાવવામાં આવી છે.

આ માહિતી શહેરમાં ફરતી થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ તેમજ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI તેમજ સેનેટ સભ્યોએ વિરોધ નોંધાવ્યા છે. તારીખ 27 જૂનના રોજ બપોરે 13:30 વાગ્યે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા-કોલેજને વિદ્યાનું ધામ કહેવાય છે, કારણ કે ત્યાં રાજકારણથી દૂર રહી શિક્ષણ આપવામાં આવતું હોય છે. પરંતુ હવે કેટલીક ઘટનાઓ પરથી વિદ્યાનું ધામ રાજકારણનો અખાડો બનવા જઈ રહ્યું હોય તેમ જણાય છે. આવી સ્થીતમાં યોગ્ય પગલા લઈ કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માગણી ઉઠવા પામી છે.

વધુ સમાચાર વાંચો :

Video: સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાત, 5 દિવસમાં બીજી ઘટના

પહેલા આમને નોકરી આપો, અખિલેશ કંપનીઓને મોકલી રહ્યાં છે નિવૃત સૈનિકોની યાદી

દારૂના નશામાં ટાવર પર ચઢી યુવાને પ્રગટ કરી દેશ ભક્તિ: ખેડા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...