ભાવનગર ન્યુઝ : ભાવનગર ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ પોતાના સન્માનીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ રહે છે. આ ક્રમમાં, 20 ઓગસ્ટ, 2022 શનિવારના રોજ ભાવનગર-બાંદ્રા ટ્રેન (Bhavnagar – Bandra Train no. 12972) ઉપડ્યા પછી, પ્લેટફોર્મ પર લાલ રંગની ટ્રોલી બેગ પડી હતી, જેને એક રેલવે કર્મચારી દ્વારા સ્ટેશન માસ્ટરની ઓફિસમાં સોંપવામાં આવી હતી.
થોડા સમય પછી સ્ટેશન માસ્તરની ઓફિસમાંથી મુસાફર મનોહરલાલ જૈનનો ફોન આવ્યો કે તેઓ અમદાવાદ જવા માટે સોનગઢ સ્ટેશને (Songadh Railway Station) આવ્યા છે. ભૂલથી તે સ્ટેશન પર જ લાલ રંગની ટ્રોલી બેગ છોડી ગયો છે. સ્ટેશન માસ્તરે તેમને ખાતરી આપી કે ટ્રોલી બેગ મળી ગઈ છે, પછી મુસાફરે સ્ટેશન માસ્તર (Station Master)ને વિનંતી કરી કે બે દિવસ પછી તેની સંબંધી મહિલા સોનગઢ જવાની છે, કૃપા કરીને આ બેગ તેમને સોંપી આપવા મહેરવાની કરશો. સ્ટેશન માસ્તરે તે બેગ તેમની ઓફિસમાં સલામત રખાવી હતી.
વધુ વાંચો– ધ્યાન દે ! સોમનાથથી ઉપડતી તમામ ટ્રેન હવે 01 સપ્ટેમ્બરથી આ…
23મી ઓગસ્ટ, 2022 મંગળવારના રોજ જ્યારે મુસાફરની મહિલા સંબંધી સ્ટેશન પર પહોંચી ત્યારે સ્ટેશન માસ્તર સાગર પરમારે તેની પૂછપરછ કરી અને મુસાફર સાથે વાતચીત કરીને ખાત્રી કરીને ટ્રોલી બેગ સંબંધીને પરત સોંપી હતી.
પેસેન્જરે બેગ સુરક્ષિત રીતે મળવા બદલ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે સ્ટેશન માસ્તરની પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વધુ વાંચો– ટ્રક ગરનાળમાં ફસાયો અને રાણપુર પોલીસને હાથ લાગ્યો લાખોની કિંમતનો દારૂ
Western Railway News