Wednesday, May 18, 2022

સરકારી શાળાના બાળકોને લાગતું હશે કે દેશનું ભવિષ્ય તો જીતુભાઈની શાળામાં અભ્યાસ કરે છે: મનિષ સિસોદિયા

અમદાવાદ Ahmedabad Latest News : આપ AAP પાર્ટીના નેતા તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે ભાવનગર Bhavnagar ની સરકારી શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેઓએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે શિક્ષણ મુદ્દે ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ પરિષદમાં તેમણે કહ્યું કે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે. ભાજપ BJP એ કેવી સરકારી સ્કૂલ આપી તે જોવા ગુજરાત આવ્યો છું. સાથે જ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ને ઘેરતા સિસોદીયાએ કહ્યું કે જીતુભાઈએ અહંકારમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સ્કૂલ સારી છે જેને સારી ના લાગે એ દિલ્હી જાય. તેમના આવા નિવેદન બાદ આજે હું ભાવનગરની બે સરકારી શાળાની મુલાકાતે ગયો હતો. જ્યાં દરેક ખૂણામાં કરોળિયાના જાળા હતા, શિક્ષકો નહોતા.

મનીષ સિસોદિયા: ભાવનગરની સરકારી શાળાની મુલાકાત કરી શિક્ષણ મામલે ભાજપ પર પ્રહાર કર્યા

ગુજરાત આવેલ મનીષ સિસોદીયા એ ભાવનગરની શાળાની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, હું બે શાળામાં ગયો ત્યાં તો દિવાલો પર કરોળિયાના જાળા હતા પણ શિક્ષકો ન હતા. ગેલેરીથી વર્ગખંડ સુધી કોઈ પણ ખૂણો એવો ન હતો જ્યાં કરોળિયાના જાળા ન હોય. આવી શાળામાં જીતુભાઈ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યાં છે. આ શાળામાં બાથરૂમની વ્યવસ્થા ન હતી, રાજ્યના શિક્ષણમંત્રીના વિસ્તારમાં જ આવી વ્યવસ્થા છે. સાથે જ શિક્ષકોને એક-એક મહિનાના પગાર પર નોકરી પર રખાયાનું પણ તેમણે જણાવ્યું હતું.

સિસોદિયાએ તેવું પણ કહ્યું કે મને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે સરકારી શાળાના બાળકોના વાલીએ મને કહ્યું કે આ શાળા બંધ થાય છે. વાલીઓએ મને તેમ પણ કહ્યું કે જીતુભાઈના પરિવારની ખાનગી શાળા-કોલેજ છે, જે ખૂબ સારી રીતે ચાલે છે, બસ સરકારી શાળાઓ ચલાવવામાં જ નિષ્ફળ છે.

દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારનું ઉદાહરણ આપી તેમણે કહ્યું કે, સરકારી શાળાઓને સારી કરવી તે કોઈ રોકેટ સાયન્સ નથી, 5 જ વર્ષમાં જો દિલ્હીની શાળાઓ બદલાઈ શકે તો ભાજપ 27 વર્ષમાં કેમ ન કરી શકે ? ગુજરાતમાં 700 શાળાઓમાં 1 જ શિક્ષક અભ્યાસ કરાવે છે તે વાતને પણ તેમણે પત્રકારો સમક્ષ યાદ કરી હતી.

ખાનગી શાળાઓનો કટાક્ષ કરતા મનિષ સિસોદીયા એ કહ્યું કે, આજે સરકારી શાળાના વિદ્યાર્થીઓને લાગતું હશે કે અમે થોડા દેશનું ભવિષ્ય છીએ, દેશનું ભવિષ્ય તો જીતુભાઈની શાળામાં અભ્યાસ કરે છે. સાથે જ તેમણે કહ્યું કે, હું ગુજરાતમાં શિક્ષણ મંત્રીના શહેરમાં શાળાની મુલાકાતે આવ્યો એટલે ભાજપે તેમના સાંસદોને દિલ્હીમાં શાળાની મુલાકાતે મોકલી દિધા છે. તેમને ક્યાંય પણ કરોળિયાના જાળા કે બોર્ડ નથી તેવું નથી જોવા મળ્યું.

દેશમાં શિક્ષણની વાત થઈ તેના પર હું ખુશ છું તેવું જણાવી કહ્યું કે હું દિલ્હીમાં શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આવવા આમંત્રણ આપું છું. અનેક રાજ્યોના મુખ્યમંત્રી આવ્યા છે. આવો જોવો કેવી કામગીરી થાય છે.

Read Today’s Local News Gujarati:

‘AAP’ ના મનીષ સિસોદિયા ગુજરાતની શાળાની મુલાકાતે, શિક્ષણમંત્રીના મતવિસ્તારની શાળાનું કર્યું વર્ણન

હિન્દુ સંગઠને મસ્જિદ પર લહેરાવ્યો ભગવો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: બિહાર

ફિલ્મી સ્ટાઈલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુલમો કરી આરોપી અને મુદ્દામાલ ઉઠાવી ગયા: વડોદરા

- Advertisment -

Must Read

man sleeping with chittah in video viral mr Dolph C Volker trending video on social media youtube

ચિત્તા સાથે ઉંઘતા માણસનો વિડીયો ફરી થયો વાયરલ, જાણો શા માટે...

Man sleeping with three cheetahs viral video : આપે કદાચ કોઈ વ્યક્તિને બિલાડી અને કૂતરા સાથે સૂતા જોયા હશે, પરંતુ શું તમે...