Railway na Samachar – ભાવનગર-કાકીનાડા સુપરફાસ્ટ ટ્રેન (Bhavnagar- Kakinada Superfast Train) માં કાયમી ધોરણે એક વધારાનો એરકન્ડિશન્ડ કોચ લગાવવામાં આવશે.
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે (Western Railway) એ ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા સુપરફાસ્ટ ટ્રેનમાં એક વધારાનો સેકન્ડ એસી કોચ (Second Ac Coach) કાયમી ધોરણે લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલ્વે મંડળના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ક્યારથી કઈ ટ્રેનમાં વધશે એસી કોચ જાણો
- ટ્રેન નંબર 12755 કાકીનાડા – ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ માં કાકીનાડાથી 15મી સપ્ટેમ્બર, 2022થી દર ગુરુવારે એક વધારાના સેકન્ડ એસી (2nd AC Coach) કોચ લગાવવામાં આવશે.
- ટ્રેન નંબર 12756 ભાવનગર – કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ માં ભાવનગર ટર્મિનસથી 17મી સપ્ટેમ્બર, 2022થી દર શનિવારે એક વધારાનો સેકન્ડ એસી (2nd AC Coach) કોચ લગાવવામાં આવશે.
વધુ વાંચો- પૂર્વ ભારતીય ઓપનરે PAK સામેની મેચમાં આ 3 ફેરફાર કરવાનું કહ્યું ? જાણો વિગત