Homeગુજરાતબોગસ બિલિંગનું એપી સેન્ટર ભાવનગર ? જીએસટીના અધિકારીઓ સાથે હાથ ચાલાકી બાદ...

બોગસ બિલિંગનું એપી સેન્ટર ભાવનગર ? જીએસટીના અધિકારીઓ સાથે હાથ ચાલાકી બાદ જૂઓ કાર્યવાહી

-

ભાવનગર : જીએસટીના બિલિંગ કૌભાંડ (GST Billing Scam) આચરી સરકારી તિજોરીને નુકશાન પહોંચતા તત્વોને કાબુમાં કરવા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આવા તત્વો જીએસટી વિભાગના દરોડા કરવા જતા કર્મચારી અને અધિકારીઓ પર હુમલા કરવા લાગ્યા છે. દેશમાં જાણે જીએસટી ચોરીના એપી સેન્ટર તરીકે ભાવનગર હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે સરકારી એજન્સીઓ સાથે મળી આવા તત્વોને નેસ્તોનાબૂદ કરવા મેદાની ઉતરી છે.

ભાવનગર (Bhavnagar)માં બુધવારના રોજ સાંજના સમયે દરોડાની કાર્યવાહીમાં રહેલા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. દરોડામાં કાર્યરત અધિકારી પર હુમલાની ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. કુખ્યાત લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કેટલીક ચોંકવનારી સામે આવતા સરકરી એજન્સીઓ સંયુક્ત રીતે સહકારથી કામ કરી રહી હોવાના અહેવાલ છે.

પોલીસ કાફલા સાથે ખોલ્યા સીલ

મુંબઈના થાણેમાં રજીસ્ટર થયેલા જીએસટી નંબર પરથી બોગસ બિલ બનાવવાનું પગેરું આઈ.પી. એડ્રેસ મારફતે ભાવનગર પહોંચ્યું હતું. ભાવનગરના નવાપરા સ્થિત મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 321માંથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળતા જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા કરી કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન આરોપીઓ દ્વારા અધિકારીઓને માર મારતા મામલો ગરમાયો હતો.

સામાન લઈ નાસી ગયા હતા આરોપી

bhavnagar gst billing scam rain officer attacked by accuse gujarti news

આ મામલે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ ગત ગુરૂવારે 14 જૂલાઈના રોજ પોલીસ કાફલા સાથે મહેક એપાર્ટમેન્ટના ફ્લેટના સીલ ખોલી કાર્યવાહી કરી હતી. અધિકારીઓને દરોડામાં જે દસ્તાવેજો હાથ લાગ્યા તે ચોંકાવનારા હોવાનું કહેવાય છે. સાથે જ આરોપીઓ હુમલો કરી કોમ્પ્યુટર, સીસીટીવીનું ડીવીઆર અને પ્રિન્ટર ઉઠાવી નાસી ગયા હોવાની માહિતી મળી રહી છે.

ઘર પર દરોડામાં મળ્યો કેટલોક શંકાસ્પદ સામાન ?

bhavnagar gst billing scam rain officer attacked by accuse gujarti news latest

પોલીસે આરોપી પૈકીના વલી અને તૌફિક હાલારીની નવાપરા માળીવાળા ખાંચામાં બાગે રસૂલ નામના ફ્લેટમાં દરોડો કરી તપાસ કરી હતી. ફ્લેટ પર દરોડા કરતા મહિલાઓ જ હાજર હોય નિવેદન લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ તપાસમાં સીસીટીવીનું ડીવીઆર મળી આવ્યાના અહેવાલ છે. આ ફ્લેટની છત પર બનેલી એક કલ્ચર નામની ઓફિસ પણ ગેરકાયદેસર હોય તો હટાવી દેવા માટે સ્થાનિક તંત્રના અધિકારીને સૂચન કરવામાં આવ્યું છે. સાથે આ ફ્લેટ પરથી કિયા સેલ્ટોસ કાર મળી હતી જેમાં આગળ પાછળની નંબર પ્લેટમાં વિસંગતતા હતી, આ મામલે પણ તપાસ ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

અધિકારી પર હુમલા કરનારની ખેર નહીં

મહત્વની બાબત છે કે, જીએસટીના અધિકારીઓ પર અગાઉ માધવ કોપર લિમિટેડના નિલેષ પટેલ દ્વારા તેમજ સિંહોર ખાતે ગોપાલ રોલિંગ મીલના માલિક ગોપાલ દ્વારા અગાઉ હુમલો થયાની ઘટાના સામે આવી હતી. ત્યારે ભાવનગરની વધારે એક ઘટના સામે આવતા તંત્ર સફાળું જાગ્યું છે. સાથે જ કડકમાં કડક કાર્યવાહી કરી આરોપીઓને જેલ ભેગા કરવા સુધી તંત્ર સજ્જ છે તેવી માહિતી મળી રહી છે.

વધુ વાંચો- રાજકોટમાં જાહેરમાં છરી વડે હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ: બનાવ હત્યામાં પલટાયો

વધુ વાંચો- વરસાદમાં આખલો ત્રીજા માળે ચઢી ગયો તંત્રએ ઉતારવામાં હાથ ખંખેર્યા: મહુવા

Must Read