Homeગુજરાતપતિ-પત્નીના સમાધાનનો ધંધો ! BJP મહિલા નેતા પદ પરથી હટાવાયા

પતિ-પત્નીના સમાધાનનો ધંધો ! BJP મહિલા નેતા પદ પરથી હટાવાયા

-

Bhavnagar BJP Mahila morcha leaders viral audio clip : Gujarat

Bhavnagar: ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાઓની એક ઓડિયા ક્લીપ વાયરલ થઈ છે. જેમાં મહિલા ભાજપના(BJP) ઉપાધ્યક્ષનું સ્થાન ધરાવતા બે મહિલા નેતાઓ કોમલ ત્રિવેદી અને બિનાબેહન જોષીની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ (Viral Audio clip) થઈ છે. જે કથિત ક્લિપમાં પતિ-પત્નિના સમાધાનના (Compromise between husband-wife) કિસ્સામાં ત્રણ લાખ રૂપિયાની રકમ માંગી રહ્યાં છે તેવી વાત છે.

વાઈરલ બનેલી કથિત ઓડિયો ક્લિપમાં છૂટાછેડા માટે પ્રયત્ન કરતા શખ્સે ત્રણ લાખની રકમને ઓછી કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાઓ ત્રણ લાખની રકમથી ઓછી રકમ કરવા પણ તૈયાર નથી થતી.

વાઈરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ કોમલ ત્રિવેદી અને બિનાબહેન જોષીને જિલ્લાના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. કથિત રીતે ઓડિયા ક્લિપમાં બંને મહિલા નેતા પતિ-પત્નિના ઝઘડામાં સમાધાન કરાવવા માટે ત્રણ લાખની રકમ માંગી હોવાની વાતના કારણે આ પગલું લેવાયાની ચર્ચા છે.

કોમલ ત્રિવેદી અને બિનાબહેન જોષીએ પતિ-પત્નીના સમાધાન માટે ત્રણ લાખ જેટલી રકમ માંગતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેને લઈને શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યાએ તેમને હોદ્દા પરથી ઉતારી દીધા છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...