આજના સમાચાર– ભાવનગર Bhavnagar : રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણના વેપારીકરણ રાજકારણનો નવો મુદ્દો નથી. પરંતુ આમ આદમી પાર્ટી AAP એ આ જૂના મુદ્દાની નવી રીતે લડાઈ શરૂ કરી હોય તેમ જણાય છે. તાજેતરમાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલા શિક્ષણ મુદ્દે ટ્વિટર વોર હવે એક કદમ આગળ વધ્યું છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાત સરકારના મંત્રીઓને દિલ્હીની શાળાઓ જોવા નિમંત્રણ આપ્યું હતું. આ નિમંત્રણ બાદ ગુજરાતના કોઈ ભાજપના નેતા દિલ્હીની શાળા જોવા ગયા નથી. ત્યારે મનિષ સિસોદિયા આજે ગુજરાતની શાળા જોવા આવી પહોંચ્યા છે. મહત્વની વાત છે કે તેઓ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર સાથે ભાવનગરમાં શાળાની મુલાકાત કરી હતી.
ભાવનગર: ‘AAP’ ની દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી સિસોદિયા ગુજરાતની શાળાની મુલાકાતે
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં દિલ્હીના શિક્ષણ મંત્રી સિસોદિયાએ શાળા નંબર 62ની મુલાકાત લીધી હતી. સિસોદિયાએ શાળાની મુલાકાત બાદ નિવેદન આપ્યુ હતું કે, હું આજે હું શાળાની મુલાકાતે આવ્યું છે. પરંતુ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની વિસ્તારની શાળાની જ હાલત દયનીય જણાય છે. જ્યાં તૂટેલી દિવાલો અને મધ્યાહન ભોજન માટે બેસવાની વય્વસ્થા નથી. બાળકોને વર્ગખંડમાં બેસવા માટેની પણ વય્વસ્થા નથી. તૂટેલી દિવાલોવાળા ઓરડામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. સાથે જ રાજ્યની ભાજપ સરકારની શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર કરતા સિસોદિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે.
મનીશ સિસોદિયાએ રાજ્યના મુખ્યમંત્રી વાઘાણીને શિક્ષણ મામલે ચેલેન્જ આપી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આપ અને ભાજપ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા. બીજી તરફ જીતુ વાઘાણીના સમર્થકો એ સોશિયલ મીડિયામાં ‘મારી શાળા મારૂ ગૌરવ’ સાથે પોસ્ટ કરી હતી. સાથે જ કેટલીક સારી દેખાવવાળી શાળાઓની તસવીરો પણ પદાધિકારીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
જાણો શું હતો સમગ્ર મામલો ?
શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા હતા. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો હતો. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.
વધુ સમાચાર ગુજરાતના વાંચો:
રામનવમની શોભાયાત્રા ઘર્ષણ/ ખંભાતમાં 3 મૌલવી સહિત 7ની અટકાયત, હાર્દિક પટેલે કહ્યું આવું