ભરૂચ : ગુજરાત સરકારની બસ સેવા GSRTCની સુવિધા રોજ લાખો લોકો મેળવતા હશે. પરંતુ ભરૂચમાં GSRTCને પ્રવાસી મુસાફરોએ અને વિદ્યાર્થીઓએ સેવા આપવી પડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. બસમાં બેસવા આવેલા મુસાફરો અને વિદ્યાર્થીઓ બસ કીચડમાં ફસાતા બસને ધક્કા મારતા નજરે પડ્યા હતા.
ભરૂચ Bharuchના ભોલાવ ડેપો (Bholav Bus Station)ની આ વાત હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જ્યાં આજરોજ બુધવારે બસમાં મુસાફરી કરી રહેવા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને બસ કીચડમાં ફસાઈ જતા ધક્કા મારવા પડ્યા હતા. આ બસ ડેપોમાં પ્રાથમિક સવલતોનો અભાવ હોવાના પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી ગંદકી, પીવાનું શુધ્ધ પાણી જેવી પ્રાથમિક બાબતોને લઈ માંગણી કરી હતી.
કોંગ્રેસની પાંખ NSUI એ વિદ્યાર્થીઓને બસ ડેપામાં પડતી મુશ્કેલીને લઈ ડેપો પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આક્ષેપ લાગ્યો હતો કે બસ સ્ટેશન પર વોશરૂમને પણ તાળા છે. આજરોજ બસ ડેપોમાં કીચડથી ભરેલા મેદાનમાં બસ ફસાઈ જતા બસને કાઢવી મુશ્કેલ બની હતી. ત્યારે બસમાં સવાર અને બસ સ્ટેશનમાં હાજર લોકોએ ધક્કામારી GSRTCની બસ બહાર કાઢવા સેવા આપવી પડી હતી. ત્યારે NSUI દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.

વધુ વાંચો- અમદાવાદ-કેવડીયા સી-પ્લેન સર્વિસ મામલે રમકડાના વિમાન ઉડાવી NSUIએ કર્યો વિરોધ