ભરૂચ : આજે વહેલી સવારે ભરૂચ Bharuchના ઝગડીયા ખાતે આવેલ GIDCમાં કર્લોન એન્ટરપ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં કંપનીના પ્લાન્ટમાંથી અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. આ દરમ્યાન કંપનીમાં ઉપસ્થીત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગે ખૂબ વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ દરમ્યાન GIDC ઉપરાંત આસપાસની કંપનીઓના ફાયર ફાઈટર્સને મદદ માટે બોલાવાયા હતા.
આ દરમ્યાન ફાયર ફાયટરો (Fire Fighter)ની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ આગ લાગવાની ઘટના બાદ ત્યાં ઉપસ્થીત કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે સદ્દનસીબે કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. આ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ આગમાં ભારે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના ક્યા કારણે ઘટી તે અંગે તપાસ માટે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ચી એન્ડ હેલ્થ વીભાગ તથા GPSBની ટીમ પણ ત્યાં પહોંચી હતી.
આજે વહેલી સવારે 08:00 કલાકની આસપાસ આગ લાગ્યા બાદ તે અંગેની તપાસ માટે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિબાગ તથા જીપીસીબીની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. કંપનીનું ઘણું બધુ મટીરિયલ આગમાં હોમાઈ ગયું હોવાથી ઘણું મોટું નુકસાન થયું હોવાની શક્યતા જણાઈ રહી છે.
વધુ વાંચો- ડેમના પાણીમાં જીપથી સ્ટંટ કરવા પડ્યા ભારે એકની ધરપકડ અન્યની શોધખોળ કરતી રાજકોટ પોલીસ