Homeગુજરાતઆફ્રિકામાં ગુજરાતના બે સગાભાઈ પર ગોળીબારમાં એકનું મોત: ઝામ્બિયા

આફ્રિકામાં ગુજરાતના બે સગાભાઈ પર ગોળીબારમાં એકનું મોત: ઝામ્બિયા

-

લુસાકા : આફ્રિકાના ઝામ્બિયામાં ભરૂચના ટંકારીયાના બે સગા ભાઈ પર ગોળીબાર થયાના અહેવાલ મળી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોળીબાર લૂંટના ઈરાદે થયો હોવાનું માનવામાં આવે છે. જીવલેણ હુમલામાં ભરૂચ Bharuch ના ઈમરાન ઈબ્રાહીમ કરકરિયાનું મોત નિપજ્યું છે. ઈમરાનના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશમાં વેપાર અને રોજગાર માટે સ્થાયી થયા છે. ત્યારે આ ઘટનાએ ભારતમાં વસતા તેમના સ્વજનોને ચિંતામાં મુકી દીધા હતા.

ગ્રોસરીનો વેપાર કરતો હતો યુવક

આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમી દૂર કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા ગ્રોસરીના વ્યવાસ સાથે સંકળાયેલા છે. બંને યુવાનો ઘર પર સુતા હતા ત્યારે સ્થાનિક લૂંટારાઓ ઘરમાં ઘુસી ગયા હતા.

મધરાત્રે ઘરમાં ત્રાટક્યા હતા લૂંટારા

રાત્રીના 3-4 વાગ્યા આસપાસ બંને યુવાનો લૂંટારા પ્રવેશ કરતા ઘરમાં હલચલ થતા જાગી ગયા હતા. બંને ભાઈઓ તપાસ કરવા માટે ઉઠેલા ઈમરાન ઈબ્રાહિમ કરકરીયા અચાનક જ લૂંટારા સામે આવી જતા લૂંટારાએ બંદૂકમાંથી ફાયરિંગ કરી નાખ્યું હતું. ગોળી વાગતાની સાથે જ ઈજાગ્રસ્ત ઈમરાન ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો.

ઈજાગ્રસ્ત ભાઈની મદદે આવેલા તેના ભાઈ અજમદને પણ ગોળી વાગતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. અમજદને હાથમાં ગોળી વાગતા હાલ તે સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે.

વધુ વાંચો- કેનેડાના વિઝા અપાવી દેવાનું કહી 100 જેટલા લોકોને ઠગી લીધા; પોલીસે કરી ધરપકડ

વધુ વાંચો- સંભવિત લઠ્ઠાકાંડ મામલે મહિલાનું મહત્વનું નિવેદન પતિએ ગઈકાલે પીધો હતો દારૂ: બોટાદ

Must Read