Homeગુજરાતરાજકોટભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુના ડેલામાં ચકચારી દારૂ કેસ આરોપીનો નિર્દોષ છુટકારો

ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુના ડેલામાં ચકચારી દારૂ કેસ આરોપીનો નિર્દોષ છુટકારો

-

Rajkot News : રાજકોટની ભક્તિનગર પોલીસ સ્ટેશન (Bhaktinagar Police Station)ની બાજુમાં આવેલા ભંગારના ડેલામાંથી પકડાયેલા દારુ, બીયર મામલે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આ મામલાના આરોપી ચંદુભાઈ રાઠોડનો એક કથિત વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓએ આ દાર, બીયરનો જથ્થો પોલીસ કર્મચારીઓએ મુક્યો હોવાનું જણાવ્યું હતું. આરોપી ચંદુભાઈ રાઠોડને કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે.

કથિત વાયરલ વિડીયોમાં દારૂ, બીયરનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી દેવા ધરજિયા અને પ્રવિણભાઈ અજગર મુકી ગયાનું કથન જોવા મળતું હતું. જે તે સમયે વિડીયો વાયરલ થતા રાજકોટ પોલીસ પર જનતા ફિટકાર વરસાવી રહી હતી. ત્યારે બાદ આ મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિડીયોમાં જે નામ ચગ્યું હતું તે ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી દેવા ધરજિયા પર સાયલામાં દારૂકાંડ મામલે ગુનો દાખલ થયો છે.

વધુ વાંચો- વાંકાનેરના માટેલમાં લઘુશંકા કરવા બાબતે થયેલા ઝઘડામાં શું થયું જૂઓ

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂ ભરેલા કન્ટેનરનું સાયલાથી અપહરણ કરી રાજકોટમાં લાવ્યાનું ખુલ્યું હતું. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સ્ટેર મોનિટરિંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દારૂકાંડમાં ક્રાઈમ બ્રાન્ચના અન્ય કર્મચારીઓ પણ ઝડપાતા આરોપી તરીકે નોંધાયા છે. જેના કારણે રાજકોટ શહેર પોલીસ ફરી એક વખત ભયંકર વિવાદમાં ઘેરાય હતી.

વધુ વાંચો- લો બોલો… ચોર દાગીના તો ચોરી ગયા પણ ગીતાજીની ચોપડી પણ ચોરી ગયા: જામજોધપુર

ત્યારે નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુક્યા છે. જેના કારણે આ દારૂ પ્રકરણમાં ખરેખર શું હતું તે કંઈક પોલીસે છુપાવ્યુ હશે કે કેમ તેવી ચર્ચા નગરજનોમાં ચાલી રહી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...