Best monsoon places in India : વરસાદની સિઝનમાં (Monsoon Season) ફરવાની મજા જ કંઇક અલગ આવે છે. આ સિઝનમાં દરેક લોકોને ફરવા જવાની ઇચ્છા થઇ જાય છે. જો કે મોનસૂન સિઝનમાં એવા પ્લેસ પર ફરવા જવાની (Monsoon Tourism in India) મજા આવે છે જ્યાં કુદરતી વાતાવરણ મસ્ત હોય અને આજુબાજુ હરિયાળી હોય. જો કે ભારતમાં જ ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં તમે ફરવાનું આનંદ ચોમાસાની સિઝનમાં લઇ શકો છો. આમ, જો તમારું બજેટ ઓછું (Budget Travel Place) છે અને ચોમાસામાં મસ્ત જગ્યાએ ફરવા જવું છે તો આ પ્લેસ તમારા માટે સૌથી બેસ્ટ છે.
વાયનાડ – Wayanad

- ચોમાસામાં ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે.
- જે લોકોના હાલમાં લગ્ન થયા છે એ લોકો માટે આ જગ્યા મસ્ત છે.
- વરસાદમાં આ જગ્યાની સુંદરતામાં ચાર ગણો વધારો થાય છે. જો કે આ જોવાની મજા જ કંઇક અલગ હોય છે.
- ચોમાસા દરમિયાન તમે અહિંયા વહેતી નદી, ઝરણાંનો આનંદ મસ્ત રીતે લઇ શકો છો.
- ચોમાસામાં આ જગ્યા પાર્ટનર અને મિત્રો સાથે ફરવા માટે જોરદાર છે.
દાર્જીલિંગ – Darjeeling

- ચોમાસા દરમિયાન આ જગ્યાએ વરસાદ સારા એવા પ્રમાણમાં પડે છે.
- આ જગ્યાએ સનરાઇઝ અને સનસેટ જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
- ચોમાસા દરમિયાન આ જગ્યાની ખૂબસુરતી જોઇને લોકો ખુશ-ખુશ થઇ જાય છે.
- તમે અહિં અનેક પ્રકારની એક્ટિવિટી પણ કરી શકો છો. ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે.
ગોવા – Goa

- દરેક કપલ્સની પહેલી પસંદ ગોવા હોય છે.
- ગોવા જવા માટે સૌથી સારો સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે.
- ચોમાસામાં અહિંનું વાતાવરણ બહુ જ મસ્ત થઇ જાય છે.
- આ સાથે જ તમે અહિં નાઇટ લાઇફ પણ એન્જોય કરી શકો છો.
કુર્ગ – Coorg / Kurg

- કુર્ગ એની આકર્ષક પાકૃતિક સુંદરતા માટે જાણીતું છે.
- આ ભારતનું એક ફેમસ હનીમૂન ડેસ્ટિનેશન છે.
- ખાસ કરીને અહિંયા ચોમાસામાં વાતાવરણ એટલું મસ્ત થઇ જાય છે કે એ જોઇને જ તમારું મન ભરાઇ જાય.
- અહિંયા પહાડ, જંગલ મોનસૂનના વાતાવરણમાં વધુ સુંદર બને છે. તમે અહિં વોટરફોલ્સની પણ મજા માણી શકો છો.