આજના તાજા સમાચાર ગુજરાત Shailesh Naghera – Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે એક ખેડુત દ્વારા પ્રથમવાર કલકતી તમાકુનું વાવેતર Tobacco Farming in Gujarat કરવામા આવ્યું છે. મળતી વિગતો મુજબ જિલ્લામાં તમાકુનું વાવેતર પ્રથમ વખત થયુ છે. આ વાવેતર કરનાર ખેડુતના મત મુજબ તમાકુના વાવેતરમાં મહેનત ઓછી અને વળતર વધારે મળે તેવી શક્યતા છે અને વાવેતરમાં ખર્ચ પણ ઓછો આવે છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ માલભાઈ વાળાએ તમાકુનું વાવેતર કર્યું છે. ખેડૂતે અઢી વિઘામાં કલકતી તમાકુનું વાવેતર કરી નવતર પ્રયાસ કર્યો છે.
જૂઓ વીડિયો – ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ: ગીર સોમનાથ
વધુ વાંચો – કોલસો ખવાઈ ગયો ? રાજ્યમાં કથિત કોલસા કૌભાંડનો ઘટસ્ફોટ !
આજના તાજા સમાચાર ગુજરાત – ઓછા ખર્ચે વધુ નફો: સુત્રાપાડામાં પ્રથમવખત તમાકુનું વાવેતર
હાલ કૃષિ ક્ષેત્રે વિવિધ સંશોધન ચાલી રહ્યા છે. ત્યારે દેશમાં પણ ખેડૂતો ખેતીમાં નવતર અભિગમથી ખેતી કરતા થયા છે. ત્યારે ખેતીમાં નવિનત્તમ ટેકનોલોજીનો પણ ખેડૂતો દ્વારા ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે અગાઉના સમય કરતા ખેતી કરતા ખેડૂતો ટેકનોલોજીના માધ્યમ થી ટૂંકા સમયમાં સારી એવી ખેતી કરી અને પ્રચલિત બન્યા છે.
અગાઉ ટેકનોલોજીના અભાવના કારણે ખેડૂતો ખેતીમાં સારુ ઉત્પાદન મેળવી શકતા ન હતા. તેમજ કેટલીક પ્રકારના પાકનું ઉત્પાદન પણ તેઓ લઈ શકતા ન હતા. જ્યારે હાલના વર્તમાન યુગમાં ખેતીમાં ટેકનોલોજી આવતા ખેડૂતો હવે ખતીમાં પણ ખૂબ આગળ વધી રહ્યા છે. સાથે જ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક રાજ્યથી બીજા રાજ્યના ખેડૂતો એક બીજાના સંપર્કમાં આવતા થયા છે. એવામાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂતે કલકતી તમાકુનું વાવેતર કર્યું છે.
તમાકુની ખેતીના ફાયદા – Benefits Of Tobacco Farming in Gujarati
જે અંગે મનુભાઈના જણાવ્યા મુજબ અઢી વીઘામાં તમાકુનું વાવેતર કર્યું છે. જે ઘઉં, ચણા, ધાણાના પાકની સાથે જ વાવેતર થઈ શકે છે. અને બે થી અઢી માહિનાના સમયગાળામાં જ પાક તૈયાર થઈ જાય છે અને દવા, મજૂરી અને અન્ય ખર્ચ મળી પ્રતિ એક વિધે અંદાજે રૂ.15 હજાર જેટલો ખર્ચ થાય છે. જેની સામે પ્રતિ વિધે અંદાજે રૂ.60 થી 70 હજાર સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા રહે છે. આમ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સોળાજ ગામના યુવા ખેડૂત મનુભાઈ વાળા એ નવતર પ્રયાસ કરી ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુનું વાવેતર કરી પ્રેરણા આપી રહ્યા છે