Homeગુજરાતયોગીજીને અડકી બતાવો, હૈદરાબાદ પગપાળી જવું પડશે : રવિ કિશન

યોગીજીને અડકી બતાવો, હૈદરાબાદ પગપાળી જવું પડશે : રવિ કિશન

-

ગોરખપુર સાંસદ રવિ કિશનનો ઔવેસીનો પડકાર.

Uttar pradesh : ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh election) પહેલા જ રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો છે. AIMIMના પ્રમુખ અસદ્દુદ્દીન ઔવેસી (Asaduddin owaisi) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) વચ્ચે રાજકિય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ ટકરાવમાં હવે ભોજપુરી ફિલ્મ અભિનેતા અને ગોરખપુરથી સાંસદ રવિ કિશન (MP Ravi Kishan) પણ કુદ્યા છે.

ઉત્તરપ્રદેશની વિધાનસભાની (UP Assembly) ચૂંટણીને ધ્યાને રાખી રાજકિય પક્ષોની ગતીવિધી તેજ થઈ ગઈ છે. તાજેતરમાં જ એક ટી.વી. ચેનલની ડિબેટ દરમિયાન ઔવેસીએ મુખ્યમંત્રી યોગીને આગામી ચૂંટણીમાં સત્તા પરથી હટાવી ફેંકી દેવાની વાત કહી હતી. આ નિવેદન બાદ ઉત્તરપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવવાનો શરૂ થઈ ગયો હતો.

અસદ્દુદ્દીન ઔવેસીની  આ ટિપ્પણીનો વળતો જવાબ આપતા કહ્યું છે કે, ઔવેસીજી મહારાજજીને ટી.વી. ચેનલ પર ચેલેન્જ આપી છે.ઓવૈસી સાહેબ તમારી સાથે સંસદમાં મુલાકાત થતી હોય છે અને 19મીથી ફરી લોકસભા શરૂ થવાની છે. ત્યાં પણ હું કહીશ. યુપીની 24 કરોડની જનતા, ભાજપનુ સંગઠન, હિન્દુ યુવા વાહિની સંગઠન તમારી ચેલેન્જ સ્વીકારે છે. મહારાજજીને હરાવવાની વાત તો દૂર રહી તમે અડકી તો બતાવો, પગપાળા હૈદ્રાબાદ પાછા જવુ પડશે.

રવિ કિશને યોગીના વખાણ કરતા જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથ બ્રહ્મચર્યનું પાલન કરનારા છે, જેઓ રોજ અઢી કલાક સન્યાસી છે. તેમના તેજથી ઔવેસીજી તમે નષ્ટ થઈ જશો.

અત્રે ઉલ્લેખનીય છે કે, AIMIMના પ્રમુખ ઓવૈસીએ યોગીને પડકાર ફેંક્યો છે કે, 2022માં તમને મુખ્યમંત્રી નહીં બનવા દઈએ. ઓવૈસીની પાર્ટી એ ઓમ પ્રકાશ રાજભર અને બાબુ સિંહ કુશવાહાના ભાગીદારી સંકલ્પ મોરચા સાથે ગઠબંધન કરી 100 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...