Homeગુજરાતરાજકોટરાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી: ભાજપના બે જૂથ સામે-સામે, કોંગ્રેસ મેદાને જ નહીં...

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી: ભાજપના બે જૂથ સામે-સામે, કોંગ્રેસ મેદાને જ નહીં ?

-

Rajkot city news in Gujarati

સામાન્ય રીતે દરરોજ ગરમ રહેતું રાજકારણ વધારે ગરમાવો પકડે છે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે. સૌરાષ્ટ્રના (Saurashtra) બીજા નંબરે મોટા યાર્ડની યાદીમાં રાજકોટ (Rajkot) માર્કેટિંગ યાર્ડ આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની (Rajkot Marketing yard) ચૂંટણી નજીક આવી ગઈ છે અને તેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આગામી ઓક્ટોબર મહિને યાર્ડની કુલ 17 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. આ ચૂંટણી લડવા થનગનતા નેતાઓ અત્યારથી જ પાસા ફેંકવા કે ચોકઠાં ગોઠવવાના કામે લાગી ગયા છે. જેમાં જિલ્લા ભાજપના મોટો નેતાઓના નામ પણ સામેલ છે કે જેઓ ઉમેદવારી કરવા ઈચ્છુક છે.

આ તમામ ચોકઠા બાજી વચ્ચે મહત્વની વાત છે કે કોઈ બે પક્ષ જ નહીં પરંતુ, ભાજપમાં જ બે જૂથ છે જે આમને સામને ગોઠવાયેલા છે. આ કોઈ નવી વાત પણ નથી આવું સ્થાનિક સહકારી ક્ષેત્રમાં અન્ય જગ્યા એ પણ જોવા મળે છે. પરંતુ નવી વાત એ છે કે કોંગ્રેસ ક્યાંય મેદાને હોય તેવું જણાતું નથી. ટૂંકમાં છે જ નહીં તેવી સ્થિતી દેખાઈ જણાય રહી છે, છતાં ભાજપમાં બે જૂથ સામે-સામે ઘર્ષણ કરી રહ્યાં છે.

ભાજપના બંને જૂથ દ્વારા હાલ સુધીમાં 4 જેટલી વાંધા અરજીઓ કરી ચૂકાઈ છે તો કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા હવે આ બંને જૂથને એક કરવા માટે કામે લાગ્યાના અહેવાલ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...