Sunday, May 15, 2022

આ અધિકારીના કારણે જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડવા લાગ્યા છે અસામાજિક તત્વો: અમદાવાદ

IPS Premsukh Delu Ahmedabad News, આજના તાજા સમાચાર ગુજરાત [દેવલ જાદવ, સત્યમંથન અમદાવાદ] : અમદાવાદના પશ્ચીમ વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વોનો ત્રાસ જોવા મળતો હતો. ખાસ કરીને વેજલપુર, સરખેજ, જુહાપુરા અને ફતેહવાડી વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક વધારે હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી અચાનક જ આ ત્રાસ ક્રમશ: ઘટવા લાગ્યાનું જણાય છે. આવું થવા પાછળનું જવાબદાર પરીબળ ડી.સી.પી. પ્રેમસુખ ડેલુ Premsukh Delu ને માનવામાં આવે છે.

પશ્ચિમના આ વિસ્તારોમાં છાસવારે લેન્ડ ગ્રેબિંગ અને લોકોને ધાક-ધમકી આપી જમીન પચાવવી સહિતના કિસ્સા સામે આવતા રહેતા હોય છે. આ ગુનાખોરી અને અસામાજિક તત્વોને નાથવા માટે અમદાવાદ પોલીસ Ahmedabad Police તમામ ગુનેગારોને જેલના સળીય ગણતા કરી દઈ તેમને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરી રહી છે.

Premsukh Delu ના કારણે જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડવા લાગ્યા છે અસામાજિક તત્વો – Ahmedabad

અમદાવાદ પશ્ચિમ સ્થિત આ વિસ્તારોમાં મુખ્યત્વે ચાર ગેંગ તરખાટ મચાવી રહી હતી. આ ચારેય ગેંગના લીડર હાલ પ્રેમસુખ ડેલુની કડક કાર્યવાહીના કારણે જેલ ભેગા થયા છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારોમાં અસામાજિક તત્વોના ખૌફની ચરમસિમાના કારણે અમદાવાદ મહાનગરપાલિકા – AMC ને પણ ઘુસવા દેતા ન હતા. પરંતુ હવે પ્રેમસુખ ડેલુના IPS Premsukh Delu ના કારણે જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડવા લાગ્યા છે અસામાજિક તત્વો – Ahmedabad કાનૂની દંડાના કારણે માત્ર નોટીસ મળે ત્યાં જ ગુંડાઓ ગેરકાયદેસર બાંધકામ તોડવા લાગે છે. આમ મહાનગરપાલિકાને ત્યાં પોલીસ અને બુલડોઝરનો રસાલો લઈ જવાની પણ જરૂર રહેતી નથી.

અમદાવાદના સરખેડ ફતેહવાડી વિસ્તારમાં રહેતા અયુબ રાયખડને પણ પ્રેમસુખ ડેલુ એ ગેરકાયદેસર સંપત્તિની નોટીસ ફટકારી હતી. નોટીસ મળતાની સાથે જ અયુબ રાયખડે જાતે જ ગેરકાયદેસર બાંધકામ હટાવવાનું શરૂ કરી દિધુ હતું.

આમ કદાચ ગુજરાતની પ્રથમ ઘટના હશે કે કોઈ આરોપી એ પોતે જ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યું હોય. આ બાબતે ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતું કે, “જો કોઈ જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખે તો તે સારું જ છે, જો પોલીસ કે AMCના ધ્યાને આવું કોઈ બાંધકામ આવશે તો અમે અચૂક તેના પર કાર્યવાહી કરીશું.”

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
ગુજરાત પોલીસના IPS ઓફિસર Premsukh Delu

આ કેસમાં આયુબ રાયખાડ સામે અન્ય પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના આરોપ છે તે અંગે પોલીસ તપસ કરી રહી છે અને આગામી સમયમાં તેની ઉયપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અમદાવાદ ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ ખાત્રી આપી હતી.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...