Homeગુજરાતબટુક મોરારીની મુખ્યમંત્રીને ધમકી ! ગાદી પર બેસવું હોય તો 1 કરોડ...

બટુક મોરારીની મુખ્યમંત્રીને ધમકી ! ગાદી પર બેસવું હોય તો 1 કરોડ આપવા પડશે

-

અમદાવાદ: સોશિયલ મીડિયા(Viral Video) પર એક વીડિયો વાયરલ કરી બટુક મોરારિ નામના શખ્સે. બનાસકાંઠાના બટુક મોરારી એ 1 મિનિટ અને 49 સેકંડનો વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી ઉચ્ચારી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો હાંસી ઉડાવી રહ્યા છે.

વાયરલ થયેલા આ બટુક મોરારી(Batuk Morari) નામના શખ્સના વીડિયોમાં તે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પાસે વીડિયો થકી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યો છે. તેનું કહેવું છે કે જો ગાદી પર બેસી રહેવું હોય તેમજ અકસ્માતથી બચવું હોય તો પાંચ તારીખ પહેલા એક કરોડ રૂપિયાની માતબર રકમ મોકલવી પડશે. આ શખ્સ વીડિયોમાં પોતાનો મોબાઈલ નંબર બોલી રહ્યો અને પોતાને કથાકાર ગણાવી રહ્યો છે. લોકોમાં આ કથાકાર છે કે કળાકાર એવી પણ મજાક ઉડી રહી છે.

જુઓ Batuk Morari નો Viral video

Credit TV9Gujarati

આ શખ્સ બનાસકાંઠાના વાવનો હોવાની માહિતી મળે છે, જેનું નામ બટુક મોરારી છે. આ કહેવાતા કથાકારે 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે. અને જો તેઓ 1 કરોડ નહિ મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, અને અકસ્માતમાં માર્યા જશે તેવી ચીમકી આપી છે.

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...