રાજકોટ : તા. ૧૯ જુલાઈ- સ્પોર્ટ્સ આથોરિટી ઓફ ગુજરાત(Sports Authority Of Gujarat), ગાંધીનગર દ્વારા રાજ્યમાં ચાલતી બાસ્કેટ બોલ એકેડમી (Basket Ball Academy) અને ડી.એલ.એસ.એસ.માં વર્ષ ૨૦૨૨-‘૨૩માં નવા ખેલાડીઓના પ્રવેશ માટે રાજકોટ જિલ્લામાં અસાધારણ ઉંચાઇ ધરાવતા ભાઈઓ અને બહેનો માટે બાસ્કેટ બોલ – હાઇટ હંટનું આયોજન કરવામાં આવેલ છે.
ક્યાં અને કેવી રીતે કરવી અરજી ? How To Apply
આ આયોજન તા. ૨૨/૦૭/૨૦૨૨ના રોજ શુક્રવારે સવારે ૧૦ કલાકે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય (Lal Bahadur Shastri Kanya Vidyalaya Rajkot), સદર બજાર, રાજકોટ ખાતે રાખેલ છે. ઉમેદવારોએ પોતાનું આધાર કાર્ડ અને જન્મના દાખલા સાથે હાજર રહેવાનું રહેશે.
સિલેક્શન માટે મહત્વની માહિતી
હાઇટ-હંટ સિલેકસનમાં ૧૦ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૪૬ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૪૮ સે.મી.
- ૧૧ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૫૦ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૫૪ સે.મી.
- ૧૨ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૫૪ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૬૦ સે.મી.
- ૧૩ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૬૦ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૬૫ સે.મી.
- ૧૪ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૬૪ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૭૩ સે.મી.
- ૧૫ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૬૮ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૮૦ સે.મી.
- ૧૬ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૭૦ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૮૬ સે.મી.
- ૧૭ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૭૪ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૮૮ સે.મી.
- ૧૮ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૭૫ સે.મી. તથા ભાઈઓની ઉંચાઈ ૧૯૦ સે.મી.
- ૧૯ વર્ષના બહેનોની ઉંચાઈ ૧૭૫ સે.મી.થી વધુ તથા ભાઈઓની ઉંચાઈ ૧૯૦ સે.મી.થી વધુ હોવી જોઈએ
Read More Sports News in Gujarati