Homeગુજરાતવડોદરાના જાણિતા બિલ્ડર નવલ ઠક્કરની દુષ્કર્મ મામલે ધરપકડ જાણો શું છે મામલો

વડોદરાના જાણિતા બિલ્ડર નવલ ઠક્કરની દુષ્કર્મ મામલે ધરપકડ જાણો શું છે મામલો

-

વડોદરા સમાચાર : વડોદરાના પ્રખ્યાત બિલ્ડર નવલ ઠક્કરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી નવલ ઠક્કર પર કથિત રીતે બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી નવલ વિરૂધ્ધ પીડિતાએ વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદારના જાણિતા બિલ્ડર નવલ ઠક્કરની ગઈકાલે તારીખ 30 જૂલાઈના રોજ પોલીસે (Vadodara Police) ધરપકડ કરી હતી. બિલ્ડર નવલ પર મહિલા પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ છે. પીડિતાએ ગત તારીખ 28 જૂલાઈનો રોજ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પરથી ગુનો નોંધી એસીપી રાઘિકા ભારાઈએ 5 ટીમ બનાવી આરોપી પકડી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો- વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો બનાવનાર પ્રિન્સિપાલની ધરપકડ: સુરત

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
કથિત દુષ્કર્મનો આરોપી નવલ ઠક્કર

આરોપી નવલ ઠક્કર અંબાજીથી પોતાના ધર તરફ આ રહ્યો હતો. દરમિયાન પોલીસની એક ટીમે તેને ઈલોરા પાર્ક આઈનોક્સ નજીક આવેલી શાક માર્કેટ પાસેથી રિક્ષામાંથી પકડી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યો છે જેના પરિણામ બાદ વિધિસર આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

એસીપી રાધિકા ભારાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે તેમજ તેણીનું ક્રિમિનલ પ્રોસીજર કોડ કલમ 164 મુજબ નિવેદન પણ નોંધાવવામાં આવ્યું છે. હાલ પીડિતાનું શી ટીમ કાઉન્સેલીંગ કરી રહી છે.

વધુ વાંચો- દારૂના હાટડા પકડી પાડવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડ્રોન કેમેરા ઉડાવી શરૂ કરી મેગા ડ્રાઈવ

ઉલ્લેખનીય છે કે આરોપી નવલ ઠક્કરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે વડોદરાના વિખ્યાત રિયલએસ્ટેટ ગ્રુપ ‘કાન્હા ગ્રુપ’નો માલિક છે. આ સાથે જ તેણે આ ગ્રુની ઓફિસિયલ વેબસાઈટ પણ મુકી છે. પરંતુ તેની વિપરીત કાન્હા ગ્રુપ દ્વારા અખબારમાં એક જાહેરાત આપી તેમને નવલ ઠક્કર સાથે કોઈ વ્યાપારીક સબંધો નથી ધરાવતા તે મતલબનું લખાણ વકિલ મારફત જાહેર કર્યું છે.

Must Read