આજના સમાચાર, રશિયા યુક્રેનના સમાચાર : યુક્રેનમાં હાલ યુધ્ધની સ્થિતી છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા સ્થિતી કફોળી છે. ત્યારે ભારતીય નાગરિકો યુક્રેનમાં Indians in Ukraine ફસાયા છે. સ્થિતી પારખી ભારતીય એમ્બેસી દ્વારા નજીકના પાડોશી દેશોમાંથી ભારતીય નાગરિકોને Indian Citizens પરત લાવવામાં આવી રહ્યાં છે. આ સમયે નાગરિકોને પડતી તકલિફો જઈ પોલેન્ડ ખાતે ભારતીયોની મદદે BAPS સંસ્થા આગળ આવી છે. યુરોપ સ્થિત Europe BAPS સંસ્થાના સ્વયં સેવકોએ યુક્રેન અને પોલેન્ડની સરહદે પહોંચી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સગડ ઉભી કરી હતી.
વધુ વાંચો – યુક્રેનમાં વધુ એક ભારતીયનું મૃત્યુ, તાકિદે ખાર્કિવ છોડવા એમ્બેસીની સલાહ
રવિન્દ્ર જાડેનના પત્ની રિવાબા અને સાસુ વિરુદ્ધ કોર્ટનું વોરંટ, જાણો સમગ્ર ઘટના
યુક્રેનની સરહદે ફસાયેલા વિદ્યાર્થીઓને BAPSના સ્વયંસેવકોની મદદ – રશિયા યુક્રેનના સમાચાર
યુક્રેન અને પોલેન્ડની સરહદ Ukraine Poland Border પર રેસ્ઝો શહેરમાં એક હોટલના કોન્ફર્ન્સ હોલમાં BAPS ના સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થીઓ Indian Students માટે રહેવાની સગવડ કરાઈ હતી. સ્વયંસેવકો દ્વારા તાત્કાલિક મોબાઈલ કિચન મારફતે 100 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને ભોજન પણ પીરસ્યું હતું. આ સ્વયંસેવકો પેરિસ અને સ્વિટ્ઝર્લેન્ડથી પૉલેન્ડની સરહદ સુધી માત્ર ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવાના ઉદેશ્યથી આવ્યા છે. BAPSના સ્વયંસેવક ચિરાગ ગોદીવાલા, શૈલેષ પરમાર તેમજ અન્ય સ્વયંસેવકો પૉલેન્ડની સરહદે પહોંચીને વિદ્યાર્થોની સેવા કરી રહ્યાંના અહેવાલ છે.
યુક્રેનની કડકડતી ઠંડીમાં BAPS સંસ્થાના સ્વયંસેવકો પોલેન્ડ આવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ગરમા-ગરમ ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી રહ્યાં છે. ભારતીય એમ્બેસી તેમજ સ્વયંસેવકો દ્વારા રેસ્ઝો શહેરમાં એક વિખ્યાત હોટેલના કોન્ફર્ન્સ રૂમમાં આ વિદ્યાર્થીઓએ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.