Homeબિઝનેસજાણો, કઈ ચેકબુક નકામી, બેંકિંગ, પેમેન્ટ સિસ્ટમ અને શેરબજારના આ નિયમો પણ...

જાણો, કઈ ચેકબુક નકામી, બેંકિંગ, પેમેન્ટ સિસ્ટમ અને શેરબજારના આ નિયમો પણ બદલાયા

-

બેંકિંગ, પેમેન્ટ સિસ્ટમ અને શેરબજાર સહિત આ 7 નિયમો આજથી બદલાયા છે, જાણો શું અસર પડશે?

આજે એટલે કે 1 ઓક્ટોબરથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે થોડો ફેરફાર થાય છે, કારણ કે આ તારીખથી કેટલાક નવા નિયમો અમલમાં આવે છે. ઓક્ટોબરની શરૂઆતમાં પણ થોડા બદલાવ થવા જઈ રહ્યો છે. આની સીધી અસર તમારા રોજિંદા જીવન પર પડશે.

જણાવી દઈએ કે નવા લાગુ નિયમો અથવા ફેરફારો મની ટ્રાન્ઝેક્શન અને શેરબજારના વેપાર સાથે સંબંધિત છે. આજ થી અમલમાં આવી રહેલા આ ફેરફારો વિશે જણાવીએ.

આ બેંકોની ચેકબુક નકામી – Bank Rules Change Cheque Book

  • આજથી ત્રણ બેન્કોની ચેકબુક અને MICR કોડ અમાન્ય થઈ ગયા છે. આ ત્રણ બેન્કો એટલે કે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC), યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેન્ક. આ ત્રણ બેંક તાજેતરમાં અન્ય બેંકોમાં મર્જ થઈ છે. અને તેને કારણે જ ખાતાધારકોના ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે, બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક સ્વીકારશે નહીં.

સિલિન્ડરના ભાવમાં આજથી વધારો –

  • LPG ગેસ સિલિન્ડરની કિંમત મહિનાના પહેલા દિવસે વધી છે. જો કે આ વખતે આ વધારો 19 કિલોના કમર્શીયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. તે જ સમયે, બિન-સબસિડીવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા પર સ્થિર રહી છે. આજથી કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ઓટો ડેબિટનો નિયમ બદલાયો –

  • ઓટો ડેબિટનો નવો નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે. આ અંતર્ગત બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ દર વખતે 5,000 રૂપિયાથી વધુના હપ્તા અથવા બિલ ચુકવણી માટે ગ્રાહકો અથવા વપરાશકર્તાઓ પાસેથી મંજૂરી લેવી પડશે. અગાઉ નિશ્ચિત તારીખે, બેંક અથવા મોબાઇલ વોલેટનો ખાતામાંથી આપમેળે પૈસા કાપી લેતા હતા અને પૈસા કટ થયા પછી ગ્રાહકોને સંદેશ આવતો હતો.

પેન્શન નિયમો બદલ્યા – New Auto Debit Rules

  • ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમો આજથી લાગુ થશે. હવે દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે, તેઓ દેશની તમામ મુખ્ય કચેરીઓના જીવન પ્રમાન કેન્દ્રમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.

ખાનગી દારૂની દુકાનો બંધ

  • દિલ્હીમાં ખાનગી દારૂની દુકાનો આજથી બંધ રહેશે. 16 નવેમ્બર સુધી દારૂ માત્ર સરકારી દુકાનોમાં જ વેચવામાં આવશે. ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતું કે નવી એક્સાઈઝ પોલિસી હેઠળ દિલ્લીને 32 ઝોનમાં વહેંચીને લાઈસન્સની ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે પછી 17 નવેમ્બરથી દુકાનો નવી નીતિ હેઠળ ખુલશે.

રોકાણના નિયમોમાં ફેરફાર

  • બજાર નિયામક સેબી (સેબી) હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને એક નવો નિયમ લાવ્યો છે. આ નિયમ એસેટ અંડર મેનેજમેન્ટ (AMC) એટલે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જુનિયર કર્મચારીઓને લાગુ પડશે.
  • એસેટ અન્ડર મેનેજમેન્ટ કંપનીઓ હેઠળની જુનિયર કર્મચારીઓએ 1 ઓક્ટોબર એટલે કે આજથી ફરજીયાતપણે તેમના કુલ પગારના 10 ટકા તે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સમાં રોકાણ કરવું પડશે.
  • જો કે 1 ઓક્ટોબર, 2023 સુધીમાં તબક્કાવાર તે પગારનો 20 ટકા થઇ જશે. સેબીએ આ નિયમને સ્કિન ઇન ધ ગેમ નિયમ કહ્યો છે. રોકાણનો લોક-ઇન પીરિયડ પણ હશે.

ડીમેટ ખાતું નકામું થઈ જશે –

  • જો તમે કેવાયસી અપડેટ નહીં કર્યું હોય તો તમારું ડીમેટ ખાતું આજથી નકામું થઈ જશે. સેબીએ અગાઉ આ માટે 30 જુલાઈ 2021 સુધીનો સમય આપ્યો હતો, જે આગળ વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવ્યો હતો. જો ડીમેટ ખાતું અમાન્ય થઇ જશે, તો તમે શેરબજારમાં વેપાર કરી શકશો નહીં

Must Read