Gujarat Rain : ભારે વરસાદ Heavy Rainને પગલે પાલનપુર-આબુ હાઇવે પરનો એક બાજુનો રોડ બંધ, 5 કિ.મી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા. ગુજરાતના હવામાન ખાતાની આગાહી Varsad Agahi Gujarat મુજબ 17 ઓગષ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હતી. તે મુજબ રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ક્યાંક સામાન્ય તો કોઇક સ્થળે ભારે વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. બનાસ નદી (Banas River) બંને કાંઠે વહી રહી છે. આ સમયે તહેવારોનો સમય હોવાથી ગુજરાતીઓ આબુ હિલ સ્ટેશને વરસાદી માહોલ માણવા જઇ રહ્યા છે. પરંતુ ભારે વરસાદને કારણે પાલનપુરથી આબુ જતો રોડ એક બાજુથી બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનોની 5 કિ.મી સુધીની લાંબી લાઇનો લાગી છે. બીજી બાજુના રોડ પર માત્ર મોટા વાહનોને પસાર થવા દેવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો- મોડી રાત્રે બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા: સુરત
નાનાં વાહનો પસાર ન થાય તે માટે હાઇવેની બંને બાજુએ પોલીસ ઊભી રાખવામાં આવી છે. ફસાયેલા વાહનોને કાઢવા માટે ક્રેન પણ તહેનાત કરી દેવાઇ છે.
પીરોજપુરથી ડુંગરિયાપુર, કંસારી-શેસુરા રોડ, ચાંગા-બસુ રોડ, ગોઢથી છત્રાલા રોડ, ગૂગળ એપ્રોચ રોડ, ભીલડી-બલોધર રોડ, નવી ભીલડીથી જૂના નેસડાથી ઘટનાળ મોટી રોડ, મોરિયા-નાગલ રોડ, બસુ-જેબલાપુરા રોડ, લાખણી, છાપી-કોટડી રોડ, નેસડાસ પેપળુ રોડ તેમજ પાલડી-વડલાપુર રોડ બંધ કરવામાં આવ્યા છે.
દાંતીવાડા (Dantivada) ડેમમાં સવારે 11 વાગ્યા સુધીમાં 64644 ક્યૂસેક પાણીની આવક થઇ હતી. હાલ ડેમમાં 577.20 લેવલ નોંધાયું છે અને 36.70 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
બનાસકાંઠાના દાંતીવાડામાં સવારના 6થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન 6 ઇંચ, પાલનપુરમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 3 ઇંચ, ડીસામાં સવા ઇંચ, કાકરેજમાં 23મીમી, અમીરગઢમાં સવા ઇંચ અને સુઇ ગામમાં સવારથી અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાવમાં 74 મીમી, લાખણીમાં 74 મીમી, વડગામમાં 152 મીમી, ધાનેરામાં 111 મીમી, દિયોદરમાં 141 મીમી અને થરાદમાં 183 મીમી વરસાદ નોંધાયો છે.