Homeગુજરાતલોક પરબ દ્વારા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ: ભાભર     

લોક પરબ દ્વારા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ: ભાભર     

-

Banaskantha News Gujarati ભાભર : કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી દરમિયાન તા. ૨૪/૨૫-૦૬-૨૦૨૨ ના રોજ ભાભર તાલુકાની મેશપુરા પ્રાથમિક શાળા, ચલાદર પ્રાથમિક શાળા, ચાત્રા પ્રાથમિક શાળા અને સુઈગામ તાલુકાની જોરવરગઢ પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવેલ બાળકોને દેશીહિસાબ, પેન્સિલ, રબર, સંચો, ચાલો ભણીએ, ચાલો ગણતાં શીખીએ જેવી સામગ્રી જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી.

banaskantha bhabhar village education kit free distibution by lok parab foundation 2022

અભ્યાસ દરમિયાન પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતાં. શાળાઓને દેશભક્તિ ગીતની પાંચ પુસ્તિકાઓ આપવામાં આવી હતી. જેમાં સિદ્ધાર્થ લોકવાણી, ભરતભાઈ ચૌધરી, હરીશ સાજનાની, કમલેશ સાજનાની, ધવલભાઈ મજીઠીયા, ભારતીબેન છાટબાર, જયમીનભાઈ સચાણીયા, દીક્ષિતભાઈ સોની, હાર્દિક શાહ, દિનયારભાઈ કરંજીયા, દીપક આશરા, નટુભાઈ ઠક્કર, અમરતભાઈ ઠાકોર, અમરતભાઈ મકવાણા, હીરાભાઈ સોલંકી અને જેતસીભાઈ ગ્રામશિલ્પી શૈક્ષણિક સામગ્રી આપવામાં સહયોગી થયા હતા. સૌ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો- રમત-ગમતની કોઈ ઉંમર ન હોય : 50 વર્ષની વયે ગોળાફેંકમાં રજત ચંદ્રક હાંસલ કરતા ઉકરડા ગામની શાળાના આચાર્ય

Must Read