36 C
Ahmedabad

શાળામાં છેડતી અને ફરિયાદ લેવામાં તંત્રની દાંડાઈને કારણે ગુજરાતની દિકરીનો ભોગ લેવાયો: ભાભર

Published:

Banaskantha News ભાભર : ગુજરાતમાં મહિલા સુરક્ષાના બણગા ફૂંકાઈ રહ્યાં છે ત્યારે રાજ્યની એક દિકરીનો જીવ જતા કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતી ઉઘાડી પડી છે. બનાસકાંઠાની એક વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી છે જેમાં તેણે વર્ણવેલી ઘટના સરકાર, પોલીસ અને તંત્રનું નાક કાપે તેવી છે. મૃતક દિકરીએ કથિતી સુસાઈડ નોટમાં તેની સાથે શાળામાં થયેલા દુર્વ્યવહાર અને બાદમાં કરેલી ફરિયાદો બાદ પણ કોઈ નિરાકરણ નહીં મળ્યાનું જણાવ્યું છે. કથિત સુસાઈડ નોટમાં તો પોલીસ અને મામલતદારની કાર્યવાહી પણ સવાલોના ઘેરામાં આવે તેવી જણાવાય છે.

બનાસકાંઠામાં ભાભરમાં આવેલી એખ રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની (Radhe International School)વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી છે. ધોરણ-11ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યાની ઘટનામાં કેટાલય સવાલો પેદા થાય તેમ છે. કારણ કે વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ 10 દિવસે પોલીસે શિક્ષકની ધરપકડ કરવાની તસ્દી લીધી છે. પરિવારનો દાવો છે કે, પોલીસે ફરિયાદ પણ ત્યારે લીધી જ્યારે અમે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

Banaskantha News: છેડતી અને તંત્રની દાંડાઈએ દિકરીનો ભોગ લીધો: ભાભર

radhe international school bhabhar student suicide note Gujarati news

ફરિયાદ દાખલ કરવામાં પણ દાંડાઈ ?

પ્રાપ્ત વિગતો મુજબ, બનાસકાંઠાના ભાભર ખાતે આવેલી રાધે ઈન્ટરનેશન સ્કૂલની વિદ્યાર્થીનીએ આત્મહત્ય કરી છે. આ ઘટનાને 10 દિવસ વિતી ગયા છે. વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યા પહેલા એક લેટર લખેલો છે જેમાં તેણે તેની સાથે થયેલી સઘળી ઘટનાનું વર્ણન કર્યું છે. જે પત્ર મુજબ જૂન 2021માં તેની છેડતી સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી. બાદમાં લાલ રંગના મોબાઈલમાં રેકોર્ડ કરેલો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતા હતા. જેના કારણે વિદ્યાર્થીની સખત તણાવમાં હતી. પોલીસે આ ઘટના મામલે ફરિયાદ દાખલ કરી ન હતી અને સમરી ભરી દિધી હતી તેવું પણ પત્રમાં જોવા મળે છે.

કાયદો અને વ્યવસ્થા ફૂટી જાય તો દિકરીને મરવું પડે !

મૃતક વિદ્યાર્થીના સગા-સબંધી વચ્ચે ગણગણાટ ચાલે છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવી રહ્યો છે. આ મામલે મૃતક દીકરીએ કથિત સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું’

દિકરી એ શું લખ્યું નોટમાં જૂઓ

દિકરીએ સુસાઇડ નોટમાં ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘રાધે માં મુ ભણવા જતી ગતી. મે મેથ્સ 11 સાયન્સમાં પંસદ કરેલું. ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હોતા. નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મર ડર લાગતો. એટલે હું બોલતી ના. 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડછાની કરી હતી. સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા પર હતો. 5-7-21ના દિવસે શિક્ષક અને ચાર છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું. લાલ કવરવાળો મોબાઇલ હતો જેમાં વીડિયો છે. શિક્ષકે મને ધમકી આપી કે જો કોઇને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી મું ડરતી હતી…..’

Related articles

Recent articles