Banaskantha News : રોજબરોજ થતાં અકસ્માતની ઘટનાઓમાં અનેક ગણો વધારો નોંધાયો છે. ત્યારે રાજસ્થાનના ગુડા મલાણી નજીક બનાસકાંઠાના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં ત્રણ મહિલા સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ પરિવાર રાજસ્થાન (Rajasthan)થી દર્શન કરીનને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત નડ્યો છે.
મંદિરે દર્શન કરી પરત ફરતા હતા
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના ધાનેરાનો મહેશ્વરી પરિવાર રાજસ્થાનના ભટિયાણી માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને ગુડા મલાણી પાસે એક ટ્રકે ટક્કર મારી હતી.
વધુ વાંચો- રખડતા ઢોરને રખડતા અસામાજિક તત્વોએ ઢોર ડબ્બો તોડી ભગાડી દીધા: જામનગર
3 મહિલાના કમકમાટી ભર્યા મોત
ટ્રક એટલી સ્પિડમાં હતી કે અકસ્માત થતા જ મહેશ્વરી પરિવાર જે ગાડીમાં હતો તેના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
એક જ પરિવારના 4 સભ્યોના મોત
એકસાથે પરિવારના ચાર લોકોના મોતથી મહેશ્વરી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આ અકસ્માતમાં એક 8વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. તેને સાંચોરની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને એક પુરુષ નું માર્ગ અકસ્માતમાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વિડીયો- આવો દેશી જુગાડ તો ભારતનો ખેડુત જ કરી શકે