Homeમનોરંજનજાણો - એક વર્ષનો બાળક દર મહિને કમાય છે આટલા હજાર રૂપિયા,...

જાણો – એક વર્ષનો બાળક દર મહિને કમાય છે આટલા હજાર રૂપિયા, શું આવું શક્ય છે !

-

એક વર્ષના બાળક પાસેથી શું અપેક્ષા રાખી શકાય છે. શું તે નોકરી કરી શકે છે? પૈસા કમાઈ શકે છે. કદાચ નહિ. આપણી કલ્પનાઓમાં એક વર્ષનો બાળક આવું કરી શકતો નથી. પરંતુ અમેરિકાનું એક બાળક દર મહિને 75 હજાર રૂપિયા કમાઈ રહ્યું છે. બાળક માત્ર 1 વર્ષનું જ છે. બેબી બ્રિગ્સ નામના બાળકની કહાની સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તે આટલી નાની ઉંમરે આટલી કમાણી કરી રહ્યો છે, તો પછી તે આગળ શું કરશે? જાણો 1 વર્ષનું બાળક દર મહિને 75 હજાર રૂપિયા કેવી રીતે કમાય છે?+

બેબી બ્રિગ્સ અત્યાર સુધીનો સૌથી નાનો મુસાફરી કરનારો બાળક છે – One year old first baby travel influencer earns Rs

તે USથી મુસાફરી કરીને 1000 અમેરિકી ડોલર (અંદાજે 75000 રૂપિયા) કમાય છે. હવે આ બાળકની કહાની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ, બેબી બ્રિગ્સ વિમાનમાં 45 વખત ઉડાન ભરી છે. અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉટાહ અને ઇડાહો સહિત 16 યુએસ રાજ્યોની મુલાકાત લઈ ચૂક્યો છે.

બેબી બ્રિગ્સની માતા જેસે જણાવ્યું કે

બ્રિગ્સનો જન્મ ગયા વર્ષે 14 ઓક્ટોબરે થયો હતો. જ્યારે તે માત્ર ત્રણ અઠવાડિયાનો હતો ત્યારે તેણે તેની પ્રથમ સફર કરી હતી. તેણે અલાસ્કામાં રીંછ, યલોસ્ટોન નેશનલ પાર્કમાં વરુ, ઉટાહમાં નાજુક આર્ક અને કેલિફોર્નિયામાં દરિયાકિનારા જોયા છે.

બ્રિગ્સના ઇન્સ્ટાગ્રામ પર 30000થી વધુ ફોલોઅર્સ છે. માતા પહેલેથી જ પાર્ટ ટાઈમ ટુરિસ્ટ્સ નામનો બ્લોગ ચલાવી રહી હતી, જેના દ્વારા તેને વિશ્વની મુસાફરી માટે પૈસા આપવામાં આવી રહ્યા હતા. માતાએ કહ્યું કે જ્યારે હું 2020 માં ગર્ભવતી થઈ ત્યારે હું ગભરાય ગઈ હતી. મેં વિચાર્યું કે મારી કારકિર્દી સમાપ્ત થઈ જશે. માતાએ કહ્યું હું અને મારા પતિ હવે વધુ કામ કરવા માંગતા હતા. આ માટે મેં સોશિયલ મીડિયા એકાઉન્ટ જોયા જે બાળકની મુસાફરી વિશે વાત કરતા હતાં. પણ મને આવું એકાઉન્ટ મળ્યું નહીં. પછી મેં મારું પોતાનું ખાતું ખોલવાનું નક્કી કર્યું. બેબી બ્રિગ્સ પાસે એક પ્રાયોજક પણ છે, જે તેને મફત ડાયપર અને વાઇપ્સ આપે છે. માતાએ કહ્યું કે જેને વિશે ડરી રહી હતી. તેના દ્વારા કારકિર્દીને એક નવું પરિમાણ મળ્યું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....