Homeલાઈફ સ્ટાઇલચોમાસામાં મચ્છરોથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાયો

ચોમાસામાં મચ્છરોથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાયો

-

ગરમ હવામાન અને ચોમાસાની ભેજને કારણે ઘરમાં મચ્છરોની સંખ્યા વધે છે. મચ્છરને કારણે અનેક બિમારીઓનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં કોઇલ, લિક્વિડ અથવા સ્પ્રેનો ઉપયોગ મચ્છરોને મારવા માટે કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં કોઇ ફાયદો થતો નથી. પરંતુ આ કેમિકલ પદાર્થોનો ઉપયોગ કરીને, મચ્છરને કઈં થાય કે નહીં પણ આપણા શરીરને આ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

બાબા રામદેવના જણાવ્યા અનુસાર એક જગ્યાએ એકઠા થયેલ પાણીમાં એડીજ મચ્છર થાય છે. જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને ઝીકા વાયરસનો આતંક વધે છે.

નીલગિરી અને લીમડો

આવી સ્થિતિમાં આવા કુદરતી ઉપાયો દ્વારા આ મચ્છરોની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. નીલગિરી અને લીમડો નીલગિરી અને લીમડાનું તેલ સમાન માત્રામાં મિક્સ કરો અને તેને બોટલમાં ભરો. આ પછી, જ્યાં વધુ મચ્છર હોય ત્યાં તેને છંટકાવ કરો. આ મચ્છરોને દૂર કરવામાં મદદ કરશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કપૂર

આવા તત્વો કપૂરમાં જોવા મળે છે, કપૂર મનને શાંત કરશે અને સાથે મચ્છર ભાગવવામાં પણ મદદ કરશે. ઓરડામાં કપૂર સળગાવીને રાખવાથી મચ્છર સહેલાઈથી દૂર ભાગી શકે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લોબાન

લોબાન જો તમે ઈચ્છો તો ઘરે લોબાન બાળી શકો છો. તેના કારણે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવશે, તેની સાથે મચ્છરો પણ ભાગી જશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લીંબુ અને નીલગિરી

લીંબુ તેલ અને નીલગિરી તેલ લીંબુ નીલગિરીમાં સિટ્રોનેલા અને મિથેન જોવા મળે છે. આ બંને મચ્છરોથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. બંનેને સમાન માત્રામાં મિક્સ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરો અને તેને ઘરની આસપાસ છંટકાવ કરો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...