Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોના 100થી વધુ ગામોમાં યોજાશે 'આત્મનિર્ભર ગ્રામરથ યાત્રા'

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોના 100થી વધુ ગામોમાં યોજાશે ‘આત્મનિર્ભર ગ્રામરથ યાત્રા’

-

Rajkot City News – રાજકોટ તા.16 – આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં 18 થી 20 નવેમ્બર દરમ્યાન કરાનારી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી અંતર્ગત ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’(atmanirbhar gram yatra) રાજકોટ(Rajkot) જિલ્લા પંચાયતની 36 બેઠકોના 100 થી વધુ ગામોમાં યોજાશે, જેમાં રાજયસરકારના 11 વિભાગોના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે, તથા વિવિધ વિકાસકામોના શુભારંભ કરવામાં આવશે.

ખેડા જિલ્લા ખાતેથી 18 નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં  શરૂ થનારી ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’ રાજયભરના 32 જિલ્લાઓમાં પણ યોજાશે. આ યાત્રા અન્વયે રાજયભરની જિલ્લા પંચાયતના 1090 ગામડાંઓમાં 100 સરકારી વિકાસ રથો ભ્રમણ કરશે, અને ગ્રામ્ય નાગરિકોને સરકારી યોજનાના લાભો અંગે જાણકારી આપશે, વિવિધ વિકાસકામોના લોકાર્પણ/ખાતમૂહૂર્ત કરવામાં આવશે.

પશુપાલનના કેમ્પ યોજાશે, જાહેર સ્થળો ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. તથા ગ્રામ્ય નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભો એનાયત કરાશે.

આ યાત્રામાં સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર વગેરે સામેલ થશે.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....