Homeરાષ્ટ્રીયઆ શું... શોર્ટ્સ પહેરી પરીક્ષામાં ગયેલી વિદ્યાર્થીનીને રોકી; કર્યું આવું...

આ શું… શોર્ટ્સ પહેરી પરીક્ષામાં ગયેલી વિદ્યાર્થીનીને રોકી; કર્યું આવું…

-

Assam teen went for exam in shorts forced to wrap curtain around legs: Today’s National News in Gujarati

આસામમાંથી (Assam) એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરીક્ષામાં શોર્ટ્સ પહેરી 19 વર્ષીય વિદ્યાર્થીને (Student) પરીક્ષા (Before Exam) આપતા પહેલા પગની આસપાસ પડદો (Curtain) લપેટવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીની સાથેના આ વર્તન બાદ વધતા આક્રોશને જોતા આસામ કૃષિ યુનિવર્સિટીએ (Agriculture university) આ મામલે તપાસ શરૂ કરી છે. યુવતીના (Teen) પરિવાર દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી.

ગિરિજાનંદ ચૌધરી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ (GIPS) ની પ્રવેશ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની બુધવારે તેના વતન વિશ્વનાથ ચરીયાલીથી તેજપુર ગઈ હતી. પરીક્ષા હોલમાં નીરીક્ષકે તેના શોર્ટ્સ પહેરવા સામે વાંધો ઉઠાવ્યો.

યુનિવર્સિટીના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ વિદ્યાર્થીની નીરીક્ષકને જણાવ્યું કે પ્રવેશ પત્રમાં કોઈ ડ્રેસ કોડ નથી. તેણીએ તેમને એમ પણ કહ્યું કે તાજેતરમાં જ તે શોર્ટ્સ પહેરીને નેશનલ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET) માં ગઈ હતી.

યુવતીના પરિવારનો આરોપ છે કે ઈન્સ્પેક્ટરે તેની વાત સાંભળી નહી.

વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્રની બહાર ઉભેલા તેના પિતા પાસે દોડી ગઈ અને તેને ટ્રાઉઝર લાવવાનું કહ્યું. બાળકીના પિતા બાબુલ તમુલીએ જણાવ્યું હતું કે, ટ્રાઉઝર સાથે બજારમાંથી પરત ફરે ત્યાં સુધી કોલેજ સત્તાવાળાઓએ તેમની પુત્રીને પગ ઢાંકવા માટે પડદો આપ્યો હતો .

તમુલીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “મારી પુત્રીને આઘાત લાગ્યો હતો અને તેણે કેટલાક સ્થાનિક પત્રકારો સાથે આ ઘટના વિશે વાત કરી હતી અને આ મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘણા લોકોએ આ ઘટનાની નિંદા કરી છે, પરંતુ શૈક્ષણિક સંસ્થામાં ડ્રેસ કોડનું પાલન ન કરવા ઘણા લોકોએ મારી પુત્રીની ટીકા કરી છે.

એમને આગળ કહ્યું કે “અમારી દીકરીની માનસિક સુખાકારીના હિતમાં અમે આગળ ન વધીને અને આ મામલો અહીં છોડવાનો નિર્ણય કર્યો છે. અમે ઇચ્છીએ છીએ કે તેણી તેના શૈક્ષણિક ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે.”

કોંગ્રેસ પ્રવક્તા બોબીતા શર્માએ જણાવ્યું હતું કે શોર્ટ્સ પહેરવા માટે એક યુવતીને પરીક્ષામાં ઉપસ્થિત ન થવા દેવું ર ખરાબ માનસિકતા દર્શાવે છે.

Must Read